મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ડાંગ જિલ્લાના પર્વતીય વિસ્તારમાં પ્રથમ નવરાત્રિના દિવસે મેઘરાજા વરસ્યા, નદીઓમાં ઘોડા પૂર

ડાંગ જિલ્લાના પર્વતીય વિસ્તારમાં પ્રથમ નવરાત્રીના દિવસે મેઘરાજાએ વરસ

ડાંગ જિલ્લાના પર્વતીય વિસ્તારમાં પ્રથમ નવરાત્રીના દિવસે મેઘરાજાએ વરસ્યા હતા. મોડી રાત્રે થયેલા ધોધમાર વરસાદને કારણે અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીઓમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

નવરાત્રિમાં વરસાદની આગાહીથી ખેલૈયાઓ ચિંતામાં મુકાયા 

 નવરાત્રિમાં વરસાદની આગાહીથી ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ડાંગ આહવમાં સૌથી વધુ 4.61 ઈંચ  મહુવામાં 3.03 ઈંચ, પલસાણામાં 2.87 ઈંચ, સુબીરમાં 2.36 ઈંચ, ધરમપુરમાં 2.24 ઈંચ, કપરાડામાં 2.13 ઈંચ, ઉમરપાડામાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો છે. મોડી રાત્રે થયેલા ધોધમાર વરસાદને કારણે અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીઓમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

સાપુતારા-વઘાઈ આંતરરાજ્ય ધોરી માર્ગ 

મળતા અહેવાલ પ્રમાણે  સાપુતારા-વઘાઈ આંતરરાજ્ય ધોરી માર્ગ પર બાજથી સાકરપાતળ વચ્ચે વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે, જ્યારે વઘાઈથી આહવા માર્ગ પર ખાપરી નદીના પૂરથી મુખ્ય માર્ગ અવરોધિત થયો છે. જિલ્લા વહીવટી તંત્રે નદી-નાળા અને કોઝવે પરથી પસાર ન થવાની અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો