મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અખાત્રીજ પર ધરતીપુત્રોએ કર્યું ભૂમિપૂજન, અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે તેવી ખેડૂતોની આશા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ પંથ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ પંથક સહિત જિલ્લામાં ધરતીપુત્રોએ અખાત્રીજના પવિત્ર પર્વ નિમિત્તે ભૂમિપૂજન કર્યું હતું. આ પૂજનનો મુખ્ય હેતુ આખા વર્ષ દરમિયાન ખેતીમાં સારી ઉપજ મળે તેવી કામના કરવાનો હતો.

ખેડૂતોએ ખેતરમાં દીવો પ્રગટાવી, શ્રીફળ વધેરી પૂજન-અર્ચન કર્યું હતું. આ ઉપરાંત, બળદ, હળ સહિતના ખેતીના સાધનોનું પણ પૂજન કરીને ખેતીનું નવા વર્ષનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અખાત્રીજના દિવસથી ઋતુ પરિવર્તન પણ  થાય છે, જેના કારણે ખેડૂતો આ દિવસથી ખેતીનો પ્રારંભ કરે છે. સારી ઉપજ માટે અન્ન અને ભૂમિની પૂજા કરવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે માતા અન્નપૂર્ણાનો જન્મ થયો હતો. તેથી અક્ષય તૃતીયાના દિવસે રસોડા અને અનાજની પૂજા કરવાની સાથે ભૂખ્યાને ભોજન કરાવવાનું પણ માહત્મ્ય છે. ભગવાન કૃષ્ણએ પાંડવોને વનવાસ દરમિયાન 'અક્ષય પાત્ર' આપ્યું હતું, જે ક્યારેય ખાલી થતું ન હતું.

ખેડૂતો દ્વારા અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે તેવી આશા સાથે અખાત્રીજના દિવસે વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો