મુખ્ય સામગ્રી પર જાઓ

ગીરના જંગલમાં સિંહની દાદાગીરી, મેટિંગ માટે સિંહણ પર હાવી થવાના પ્રયાસનો Video વાયરલ

ગીરના જંગલમાં સિંહોના જીવનની રસપ્રદ અને ક્યારેક આક્રમક ગતિવિધિઓ અવારન

ગીરના જંગલમાં સિંહોના જીવનની રસપ્રદ અને ક્યારેક આક્રમક ગતિવિધિઓ અવારનવાર સામે આવતી રહે છે. ચોમાસાની સિઝન દરમિયાન સિંહણોને મેટિંગમાં લેવા સિંહ દબડાવે છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે. 

આ ઘટના સિંહણ પર મેટિંગ માટે હાવી થવાના સિંહના પ્રયાસ સાથે સંબંધિત છે. પ્રાણી જગતના નિયમ મુજબ, ઘણીવાર સિંહ ચોમાસાની સિઝનમાં સિંહણોને પોતાના નિયંત્રણ હેઠળ લેવા માટે દબડાવે છે અથવા પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે.

વીડિયોમાં જોવા મળતી વિગતો મુજબ, જો સિંહણ તાબે ન થાય અથવા દૂર રહેવાનો પ્રયાસ કરે છે, તો સિંહ તેના પર હુમલો કરવા સુધીના આક્રમક પગલાં ભરે છે. જોકે, ગીરની સિંહણો પણ સહેલાઈથી હાર માનતી નથી. પોતાના બચાવ માટે સિંહણ પણ સામે ઘુરકીયું કરીને પ્રતિકાર કરે છે.

ગીરના જંગલમાં સચોમાસાની સિઝન દરમિયાન સમાગમની પ્રક્રિયા દરમિયાન અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેના કારણે આ દ્રશ્યો વ્યાપક પ્રમાણમાં લોકો સુધી પહોંચ્યા છે. આ વીડિયો ગીરના જંગલના જંગલી જીવનની વાસ્તવિકતા અને સિંહોના વર્તનની ઝલક પૂરી પાડે છે.

આ સમાચાર શેર કરો