VIDEO: મોરબી જિલ્લા પ્રમુખનું જન્મદિનના એક દિવસ પહેલા જ હાર્ટ એટેકથી નિધન
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પીઢ રાજકીય આગેવાન કિશોરભાઈ ચીખલીયાનું ૫૯ વર્

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પીઢ રાજકીય આગેવાન કિશોરભાઈ ચીખલીયાનું ૫૯ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. ૧ એપ્રિલે તેમનો જન્મદિવસ હતો, પરંતુ તે પૂર્વે જ તેમણે અંતિમ શ્વાસ લેતા રાજકીય આલમમાં શોકની લાગણી પ્રસરી છે.
રાજકીય સફરની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૦૧થી કોંગ્રેસ સાથે જોડાયેલા કિશોરભાઈએ વિઠ્ઠલભાઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ ૨૦૧૦માં પ્રથમવાર રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી જીતી હતી. ૨૦૧૫ના આંદોલન સમયે પુનઃ વિજેતા બની તેમણે અઢી વર્ષ કારોબારી અધ્યક્ષ અને ત્યારબાદ અઢી વર્ષ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી નિભાવી હતી.
વચ્ચેના ગાળામાં તેઓ ભાજપમાં જોડાયા હતા, જ્યાં તેમના પત્ની અસ્મિતાબેન વિજેતા બન્યા હતા. જોકે, ૨૦૨૨માં તેમણે ફરી કોંગ્રેસમાં 'ઘર વાપસી' કરી હતી. ગત ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ જ તેમની મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એક કુશળ સંગઠનકર્તા ગુમાવતા કોંગ્રેસ પક્ષને મોટી ખોટ પડી છે.











