મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ISIS કનેક્શન અને ગઝવા-એ-હિંદ! ગુજરાત ATSએ બે આતંકીઓને દબોચ્યા

ગુજરાત ATS એ સિદ્ધપુરથી ઈરફાન પઠાણ અને મુંબઈથી મુર્શિદ શેખની ધરપકડ કરી છે. આ બંને

તસવીર: gstv

ગુજરાત ATS એ સિદ્ધપુરથી ઈરફાન પઠાણ અને મુંબઈથી મુર્શિદ શેખની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ 'ગઝવા-એ-હિન્દ'ની વિચારધારાથી પ્રેરિત હતા અને ISISના સંપર્કમાં રહી દેશમાં હથિયારો એકત્ર કરી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે તેઓ RSS ના સભ્યો અને અન્ય રાજકીય નેતાઓને ટાર્ગેટ કરવાના ફિરાકમાં હતા.આરોપી ઈરફાન MSc કેમેસ્ટ્રી ભણેલો છે, જ્યારે મુર્શિદ મુંબઈમાં બિરયાનીની દુકાનમાં કામ કરતો હતો. તેઓ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કટ્ટરપંથી ગ્રુપો સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા હતા. આરોપીઓના મોબાઈલમાંથી વાંધાજનક પુરાવા અને હુમલાના આયોજનની ચેટ મળી આવી છે. હાલ કોર્ટે બંનેના ૧૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ATS એ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ૧૧ દિવસના રિમાન્ડ મેળવ્યા

ઈરફાનની પૂછપરછના આધારે ATS એ મહારાષ્ટ્ર પોલીસની મદદથી મુંબઈના સાકીનાકા વિસ્તારમાંથી મુર્શીદ શાહીદઅખ્તર શેખની ધરપકડ કરી છે. મુર્શીદ મુંબઈમાં ચિકન બિરયાનીની હોટલ ચલાવતો હતો અને ઈરફાન સાથે મળીને આ આખા કાવતરાનું પ્લાનિંગ કરી રહ્યો હતો.ATS એ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ૧૧ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાલ આ કાવતરામાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં સઘન તપાસ ચાલુ છે.

કોણ છે આ ધરપકડ કરાયેલા આરોપીઓ?

ATSએ બાતમીના આધારે બે અલગ-અલગ શહેરોમાંથી આ કટ્ટરપંથીઓને દબોચી લીધા છે. 

ઇરફાન કાલેખાન પઠાણ (22 વર્ષ): પાટણ જિલ્લાના સિદ્ધપુરનો રહેવાસી.

મુરશીદ ઝાહીદઅખતર શેખ (21 વર્ષ): મુંબઈના સાકીનાકા વિસ્તારમાં ચિકન બિરયાનીની હોટલ ચલાવે છે.

6 મહિનાથી સોશિયલ મીડિયા પર પાથરી હતી જાળ

આ બંને આરોપીઓ છેલ્લા 6 મહિનાથી સક્રિય હતા. તેઓ સોશિયલ મીડિયા પર સમાન વિચારધારા ધરાવતા યુવકોને શોધીને પોતાની એક ટીમ બનાવી રહ્યા હતા. તેમનો અંતિમ ઉદ્દેશ્ય ભારતમાં શરિયત કાયદો લાગુ કરવાનો અને દેશની શાંતિ ડહોળવાનો હતો.

11 દિવસના રિમાન્ડ મંજૂર

ATSએ મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈને મુંબઈથી મુરશીદની ધરપકડ કરી હતી. હાલમાં કોર્ટે બંને આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ATS હવે એ તપાસ કરી રહી છે કે આ નેટવર્કમાં અન્ય કેટલા યુવકો જોડાયેલા છે અને વિદેશમાં બેઠેલા આકાઓ તેમને કેવી રીતે ગાઈડ કરી રહ્યા હતા.

ATS ની કામગીરીની મુખ્ય વિશેષતાઓ

સ્લીપર સેલનો નાશ: ગુજરાત ATS એ અનેક વાર પાકિસ્તાન સ્થિત સંગઠનો (જેમ કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ) દ્વારા મોકલવામાં આવેલા સ્લીપર સેલ્સને સક્રિય થાય તે પહેલા જ પકડ્યા છે.

સીમાવર્તી સુરક્ષા: કચ્છ સરહદ અને દરિયાઈ માર્ગે થતા હથિયારો તથા ડ્રગ્સના સ્મગલિંગને રોકવામાં ATS ની ભૂમિકા નિર્ણાયક રહી છે.

આ સમાચાર શેર કરો