મુખ્ય સામગ્રી પર જાઓ

Video: Gir Somnathમાં મુસળધાર વરસાદ, રાવળ ડેમમાં પાણીની આવક વધી, 4 દરવાજા ખોલાયા; ૧૮ ગામોને એલર્ટ!

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે મુસળધાર વરસાદ પડ્યો હતો. ગીર-ગઢડા અને

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે મુસળધાર વરસાદ પડ્યો હતો. ગીર-ગઢડા અને ગીર પંથક વિસ્તારોમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે રાવળ ડેમમાં પાણીની આવકમાં અચાનક વધારો થયો. જિલ્લા વહીવટી તંત્રે તાત્કાલિક પગલાં લઈને ડેમના ચાર દરવાજા 0.90 ખોલી દીધા, જેથી વધારાનું પાણી નીકળી શકે.

રાવળ જળાશયમાં હાલ પાણીનું સ્તર 148.855 મીટર સુધી પહોંચ્યું છે, જ્યારે પ્રતિ સેકન્ડ 14,132  ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ વધતી આવકને કારણે નીચલા વિસ્તારોમાં પૂરનું જોખમ વધ્યું છે, તેથી નિશાળ વાળા વિસ્તારને એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ વહીવટી તંત્રે તાત્કાલિક ચેતવણી મેસેજ મોકલીને સ્થાનિક ગામડાઓને સાવધાન કર્યા છે.

ગીર-ગઢડા તાલુકાના સાત ગામો – ચીખલકુબા, જસાધાર, ધોકડવા, મહોબતપરા, કાંધી, મોટા સમઢિયાળા અને પડા પાદર –

ઉના તાલુકાના અગિયાર ગામો – પાતાપુર, ઉમેજ, સામતેર, કાનકબરડા, રામેશ્વર, ગરાળ, મોઠા, સંજવાપુર, માણેકપુર, સનખડા અને ખત્રીવાડા – માં રહેવાસીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો