મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: શક્તિપીઠ બહુચરાજીમાં ઘટસ્થાપન વિધિ યોજાઈ, મંત્રોના ઉચ્ચારણથી સમગ્ર મંદિર ભક્તિમય બન્યું

આજથી નવરાત્રીના પ્રારંભ સાથે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે પણ નવરાત્રીનો વ

આજથી નવરાત્રીના પ્રારંભ સાથે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે પણ નવરાત્રીનો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અને પરંપરા અનુસાર વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે આજે પ્રથમ દિવસે માં બહુચરના ગર્ભગૃહમાં ઘટસ્થાપન વિધિ યોજાઈ. વૈદિક મંત્રોના ઉચ્ચારણ થી સમગ્ર મંદિર ભક્તિમય બન્યું. 

હિંદુ સંસ્કૃતિમાં માતાજીની આરાધનાનું ખૂબ મહત્ત્વ હોય છે. આજથી શરૂ થયેલ પવિત્ર નવરાત્રીનું પણ ખાસ મહત્ત્વ રહ્યું છે. નવરાત્રી એટલે શક્તિ ભક્તિ અને આરાધનાનું પર્વ માનવામાં આવે છે. નવરાત્રિમાં દૈવી શક્તિની આરાધના ખૂબ ફળદાયી નીવડતી હોય છે. નવરાત્રિમાં લોકો વિધિવિધાન મુજબ માતાજીની પૂજા અને આરાધના કરી માતાજીને રિઝવવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે શક્તિપીઠ બહુચરાજીમાં પણ શક્તિ ભક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રિને લઈ વિષેશ આયોજન કરવામાં  આવ્યું છે. નવરાત્રીના 9 દિવસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ 9 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ગુજરાતના ખૂણેખૂણે થી બહુચરાજી પધારી માં બહુચરના પાવનકારી દર્શનનો લાભ લેશે.

બહુચરાજી મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નવરાત્રીમાં ઘટસ્થાપન કરવામાં આવ્યું છે,,બહુચરાજી મંદિરે નવરાત્રીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે અને તેના કારણે ગુજરાતની સાથે દેશભરમાંથી માઇભક્ત શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં બહુચરાજી મંદિરે માઁ બહુચરના આશીર્વાદ મેળવવા પધાર્યા છે...

યાત્રાધામ બહુચરાજી મંદિરે નવરાત્રી નો પ્રારંભ થયો છે ત્યારે બહુચરાજી મંદિરે આજે પ્રથમ દિવસર નવરાત્રી એ ઘટસ્થાપન કરવા માં આવ્યું. નવરાત્રી નું બહુચરાજી મંદિરે વિશેષ મહત્ત્વ હોઈ મોટી સંખ્યા માં માઇભક્ત શ્રદ્ધાળુઓ દર્શન કરવા પધાર્યા. આવનારા દિવસોમાં નવરાત્રિને લઈ હજુ પણ મોટી સંખ્યામાં મા બહુચરના દર્શનનો લાભ લેશે

આ સમાચાર શેર કરો