Video/ Sabarkantha માં ખાતરની તંગી, ખેડૂતો વહેલી સવારથી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર
સાબરકાંઠા જિલ્લામાં હાલમાં ખાતરની ભારે અછતને કારણે ખેડૂતોને
સાબરકાંઠા જિલ્લામાં હાલમાં ખાતરની ભારે અછતને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને ખાતર મેળવવા માટે વહેલી પરોઢથી જ ઉજાગરા કરીને લાંબી કતારોમાં ઊભા રહેવું પડી રહ્યું છે.
રોઝડમાં વહેલી સવારથી લાઈનો
તલોદ તાલુકાના રોજડ ગામમાં વહેલી સવારથી જ ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. ખેડૂતોને ખાતર મેળવવા માટે ધક્કે ચડવું પડી રહ્યું છે, જેના કારણે તેમના સમય અને શક્તિનો બગાડ થઈ રહ્યો છે.
તંત્રના દાવા પોકળ: તાલુકાઓમાં અછત
જિલ્લાના અનેક તાલુકાઓમાં ખાતરની તીવ્ર અછત વર્તાઈ રહી છે. જેમાં મુખ્યત્વે તલોદ, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, અને વડાલી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. બીજી તરફ, તંત્ર દ્વારા ખાતરનો પૂરતો પુરવઠો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ જમીની હકીકત અલગ જ છે. હિંમતનગર રેલ્વે સ્ટેશન પર ખાતરની રેક આવી હોવા છતાં, તાલુકાઓમાં ખાતરની તંગી યથાવત રહેતા તંત્રના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.








