Sabarkantha news: 'હુડા' નો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા ભાજપના નેતા, સાબર ડેરીના ડિરેક્ટરો પણ ધરતીપુત્રોના પક્ષમાં
હિંમતનગરના 11 ગામો દ્વારા હુડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ભાજપના નેતાઓ આવતા આંદોલન વધુ

હિંમતનગરના 11 ગામો દ્વારા હુડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ભાજપના નેતાઓ આવતા આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ, માર્કેટ યાર્ડના ચેરમેને ખેડૂતોના વિરોધને સમર્થન આપ્યુ છે. આ સાથે ભાજપ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્ય, નાગરિક બેંકના પૂર્વ ચેરમેન હિરેન ગોર, સાબરડેરીના 4 ડિરેક્ટરોએ પણ હૂડા હટાવવા માટે ખુલ્લું સમર્થન જાહેર કર્યુ છે.
આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ
સાબરકાંઠાના હિંમતનગરના 11 ગામો દ્વારા હુડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ભાજપના નેતાઓ આવ્યા છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ, માર્કેટ યાર્ડના ચેરમેને ખેડૂતોના વિરોધને સમર્થન આપ્યુ છે. આમ, હુડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને રાજકીય સમર્થન મળતા હવે આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. ભાજપ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્ય, નાગરિક બેંકના પૂર્વ ચેરમેન હિરેન ગોર, સાબરડેરીના 4 ડિરેક્ટરોએ પણ હૂડા હટાવવા માટે ખુલ્લું સમર્થન જાહેર કર્યુ છે. તેમજ આ મામલે આજે એક બેઠક પણ યોજાઈ હતી. ઉલ્લેખનિય છે કે છેલ્લા 95 દિવસથી 11 ગામના ખેડૂતો હુડાના નોટિફિકેશન સામે રોષ ઠાલવી રહ્યા છે અને આગામી 12 ડિસેમ્બરે હિંમતનગર બંધનું એલાન પણ આપ્યુ છે. ત્યારે હવે સત્તાધારી ભાજપમાંથી જ સ્થાનિક નેતાઓના સમર્થનથી આંદોલનકારીઓમાં હિંમતનો નવો સંચાર થશે તે નક્કી છે.




