મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: Vadodaraના સમા રોડ પર સિલિન્ડર બ્લાસ્ટ, પરિવારના 3 સભ્યો દાઝ્યા; બચાવવા ગયેલા યુવકનું કરુણ મોત

વડોદરાના સમા રોડ વિસ્તારમાં આવેલી મનહર પાર્ક સોસાયટીમા

વડોદરાના સમા રોડ વિસ્તારમાં આવેલી મનહર પાર્ક સોસાયટીમાં સિલિન્ડર બ્લાસ્ટની દુઃખદ ઘટના બની છે, જેના કારણે છઠ પૂજાનો ખુશીનો પર્વ ગુપ્તા પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગયો છે. આ દુર્ઘટનામાં પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયા છે અને તેમને બચાવવા ગયેલા એક યુવકનું કરુણ અવસાન થયું છે.

બનાવની વિગતો

મનહર પાર્ક સોસાયટીમાં આજે ગેસ લીકેજના કારણે આ દુર્ઘટના બની હતી. ગેસ સિલિન્ડરમાં લીકેજ હોવાને લીધે ઘરમાં આગ લાગી અને મીની બ્લાસ્ટ થયો હતો. ઘટના સમયે ગુપ્તા પરિવારના સભ્યો છઠ્ઠી મૈયાની પૂજા માટે ખૂબ જ ઉત્સાહમાં હતા. અને તૈયારીઓ કરી રહ્યા હતા. 

બચાવવા ગયેલા યુવકનું નિધન

આ આગ અને બ્લાસ્ટમાં ઘરમાં હાજર રાજ કિશોર ગુપ્તા, રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તા દાઝી ગયા હતા. પરિવારના આ સભ્યોને બચાવવા માટે વિશ્વજીત ગુપ્તા નામનો યુવક વચ્ચે પડ્યો હતો, પરંતુ કમનસીબે તે પોતે ગંભીર રીતે દાઝી જતાં તેનું દુઃખદ અવસાન થયું છે.

પોલીસ કાર્યવાહી

દાઝી ગયેલા ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, માલવીય પોલીસ સ્ટેશન દ્વારા વિશ્વજીત ગુપ્તાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર ઘટના અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહેવાસી રુદ્ર ઠક્કરે આ ઘટના અંગે માહિતી આપી હતી, અને વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો