મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવ તાલુકાના માડકા ગામની લીધી મુલાકાત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના બનાસકાંઠા પ્રવાસના બીજા દિવસે વાવ તાલુક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના બનાસકાંઠા પ્રવાસના બીજા દિવસે વાવ તાલુકાના માડકા ગામની મુલાકાત લીધી. આ દરમિયાન, મુખ્યમંત્રીએ સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો અને તેમની મુશ્કેલીઓ તથા રજૂઆતો સાંભળી. મુખ્યમંત્રીએ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું અને રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી.બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં ખેડૂતો અને પશુપાલકોને મોટું નુકસાન થયું છે. સરહદી વિસ્તારો જેમ કે ભાભર, થરાદ, વાવ અને સુઈગામ તાલુકાઓમાં તબાહી મચી ગઈ છે.

તંત્રને પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત પહોંચાડવાની આપી સૂચના

સ્થાનિક વહીવટી તંત્રને પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત પહોંચાડવા અને પુનર્વસનની કામગીરીને ઝડપી બનાવવા સૂચનાઓ આપી. આ મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રીએ ખેડૂતો અને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા અને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું.    

 જિલ્લા કલેક્ટર મિહીર પટેલના જણાવ્યા અનુસાર, 3416 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 296 ગામો અસરગ્રસ્ત થયા છે. ખેતરો પાણીમાં ડૂબી ગયા છે, રસ્તાઓ ગરદી થઈ ગયા છે અને વીજ પુરવઠો પણ અડચણમાં આવ્યો હતો, જે હવે મોટા ભાગે પુનઃસ્થાપિત થઈ ગયો છે.

આ સમાચાર શેર કરો