VIDEO: સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં મોટી રાઇડ્સ રખાઈ બંધ, જાણો શું છે કારણ
સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો અત્યાર સુધીના દરેક રેકર્ડ તોડી રહ્યો છે. જ્યારે મેળાની પ્
સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો અત્યાર સુધીના દરેક રેકર્ડ તોડી રહ્યો છે. જ્યારે મેળાની પ્રથમ રાત્રિએ 1 લાખથી વધુ સેહલાણીઓનો સમુદ્ર ઘુઘવાટા મારી રહ્યો હતો. ત્યારે મેળાના બીજા દિવસે વિક્રમ જનક 2 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા હતા.
આ પણ વાંચો: દુ:ખદ: જૂનાગઢમાં પરિક્રમા કરવા આવેલા 9 યાત્રિકોના હાર્ટએટેકથી મોત, રૂટ પર અને તળેટીમાં અંતિમ શ્વાસ લીધા
ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરી મોટી રાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આ નિર્ણય લોકો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયો
આ નિર્ણય લોકો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. જે સામાન્ય પરિવારો મેળામાં બે કે ત્રણ રાઈડમાં બેસીને ખાણીપીણીમાં ઓછો ખર્ચો કરતા તેની સામે ખાણીપીણી, રાચરચીલાનો વ્યાપાર અનેક ગણો વધ્યો છે.






