દુ:ખદ: જૂનાગઢમાં પરિક્રમા કરવા આવેલા 9 યાત્રિકોના હાર્ટએટેકથી મોત, રૂટ પર અને તળેટીમાં અંતિમ શ્વાસ લીધા
જૂનાગઢના ગિરનારની પરિક્રમાના બે દિવસ દરમ્યાન કુલ 9 યાત્રિકોના હાર્ટએટેકથી મોત થયા છે. આ બના

જૂનાગઢના ગિરનારની પરિક્રમાના બે દિવસ દરમ્યાન કુલ 9 યાત્રિકોના હાર્ટએટેકથી મોત થયા છે. આ બનાવથી સાથે આવેલા યાત્રીઓમાં ગમગીની વ્યાપી ગઈ હતી. ગઈકાલે સવારથી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. જૂનાગઢના ગિરનારમાં લીલી પરિક્રમા દરમિયાન કુલ 9 લોકોના હાર્ટ એટેકથી મોત થવાના મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે 8 મૃતદેહને સિવિલમાં લાવવામાં આવ્યા છે.તમામ વ્યક્તિની ઉંમર 50 વર્ષથી વધુની છેસુપ્રિટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે પરિક્રમામાં સતત ચાલવું ન જોઈએ અને શરીરની કાળજી રાખવી જોઈએ.
આ પણ વાંચો: 'જીવલેણ' ખ્યાતિકાંડ: હોસ્પિટલના સત્તાધીશોએ કહ્યું ‘દર્દીઓના મોતના જવાબદાર ભગવાન’
જસદણ, અમરસર, દેવળા, ગાંધીધામ,, મુંબઈ અને અમદાવાદ અને રાજકોટના 3 ભાવિકોના મોત થયા છે. 12મી નવેમ્બરના રોજ વિધિવત રીતે લીલી પરિક્રમાની શરૂઆત થઈ હતી.દર વર્ષની જેમ આ વર્ષે ભાવિકોની ભીડને જોઈ દેવ ઉઠી એકાદશી પૂર્વે સવારે પરિક્રમામાં ભાવિકોને વહેલો પ્રવેશ અપાયો હતો.
મૃતક નામ
મુળજી લોખીલ, રાજકોટ
મનસુખ ભાઈ, રાજકોટ
અરવિંદ સિંધવ, રાજકોટ
પરસોત્તમભાઈ ભોજાણી, જસદણ
હમીર લમકા, અમરસર
રસિક ભરડવા, દેવળા
આલા ચાવડા, ગાંધી ધામ
અરુણ ટેઈલર, મુંબઈ
નટવર લાલ પટેલ, અમદાવાદ
લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે પરિક્રમામાં
રાજકોટના મનસુખભાઈ મોહનભાઇ(ઉ.વ.૭૦)નું જીણાબાવા મઢી પાસે, ગાંધીધામના આલાભાઈ ગોવિંદભાઇ ચાવડા(ઉ.વ.૫૦)નું ૧૧ નંબર ચેકપોસ્ટ પાસે અને રાજકોટના સોરઠીયા પ્લોટ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ ડાયાભાઇ સિંધવ (ઉ.વ.૫૪)નું સરકડીયા પાસે એટેક આવવાથી મોત થયુ હતું.
ગત વર્ષે સમગ્ર પરિક્રમા દરમ્યાન પાંચ યાત્રિકોના મોત થયા હતા
ગત વર્ષે સમગ્ર પરિક્રમા દરમ્યાન પાંચ યાત્રિકના મોત થયા હતા. જ્યારે આ વર્ષે બે દિવસમાં જ પરિક્રમા કરવા આવેલા સાત યાત્રિકોએ રૂટ પર અને તળેટીમાં અંતિમ શ્વાસ લીધો હતો.








