મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: હનીટ્રેપનો શિકાર બન્યો અમદાવાદનો યુવક: સુરેન્દ્રનગર પોલીસે હનીટ્રેપ ગેંગનો કર્યો પર્દાફાશ, જાણો સમગ્ર મામલો

VIDEO: સુરેન્દ્રનગર પંથકમાં ફરી એકવાર હન

સોર્સ: GSTV

VIDEO: સુરેન્દ્રનગર પંથકમાં ફરી એકવાર હનીટ્રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના એક વેપારીને પ્રેમજાળમાં ફસાવી, તેની પાસેથી પિસ્તોલની અણીએ 1 કરોડ રૂપિયા જેવી માતબર રકમ પડાવનાર ટોળકીને સુરેન્દ્રનગર LCB પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે.

જાણો આખો મામલો 
મળતી માહિતી અનુસાર, એક મહિલાએ ટેલિફોનિક સંપર્ક દ્વારા અમદાવાદના યુવકને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને તેને સુરેન્દ્રનગર ખાતે મળવા બોલાવ્યો હતો. યુવક જ્યારે સુરેન્દ્રનગર પહોંચ્યો ત્યારે એકલતાનો લાભ લઈ મહિલા અને તેના અન્ય 4 સાગરીતોએ યુવકનો વાંધાજનક વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીઓએ યુવકનું અપહરણ કર્યું હતું.

પિસ્તોલ બતાવી 1 કરોડની વસૂલાત
આરોપીઓએ યુવકને પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને હનીટ્રેપના નામે 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ડરના માર્યા વેપારીએ રકમ આપી દીધી હતી. જોકે, આ અંગેની જાણ પોલીસને થતા સુરેન્દ્રનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ LCB પોલીસની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

પોલીસની મોટી સફળતા
LCB પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ટેક્નોલૉજી ની મદદથી મહિલા સહિત કુલ 4 આરોપીઓને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી 72 લાખ રૂપિયાની રોકડ રકમ રિકવર કરવામાં આવી છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ગેંગ અન્ય કેટલા લોકોનો શિકાર બનાવી ચુકી છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો