મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ગોધરા પાલિકા હસ્તકની જન્મ–મરણ કચેરીમાં એજન્ટ રાજનો આક્ષેપ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતની ગોધરા પાલિકા મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે, મળતા અહેવાલ પ્રમાણ

ગુજરાતની ગોધરા પાલિકા મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે  ગોધરા પાલિકા હસ્તકની જન્મ–મરણ કચેરીમાં એજન્ટ રાજ ચાલતું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.

 લોકોને જરૂરી દાખલા મેળવવા વધારાની રકમ વસૂલાતી હોવાનો આક્ષેપ

ગ્રામિણ વિસ્તારોના લોકોને જરૂરી દાખલા મેળવવા વધારાની રકમ વસૂલાતી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. એજન્ટોને કચેરીમાં અવરજવર માટે ખાસ પ્રાધાન્ય મળે છે અને તેઓ ખુલ્લેઆમ અડીખમ બેસતા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે.

જવાબદાર સ્ટાફની ભૂમિકા ઉપર પણ અનેક સવાલો

પરિણામે સામાન્ય નાગરિકોને જરૂરી દાખલો મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જવાબદાર સ્ટાફની ભૂમિકા ઉપર પણ અનેક સવાલો ઊભા થયા છે. પાલિકાના સત્તાધીશોએ એજન્ટ રાજ વિરૂદ્ધ કડક પગલાં ભરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો