મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO : ડાકોરમાં રણછોડજી મંદિર ખાતે 253મી રથયાત્રા, ભક્તોનું ઘોડાપૂર

ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડજી મંદિર ખાતેથી 253મી રથયાત્રાનું આયોજન કરવામાં આ

ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડજી મંદિર ખાતેથી 253મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિક ભક્તો ભગવાન કાળીયા ઠાકોરની નગર ચર્યા નિહાળવા ખૂબ ઉત્સુક છે. મંદિર પણ જય રણછોડ માખણ ચોરના નારાથી ગુંજી ઉઠ્યું હતું. જ્યારે બીજી બાજુ નગરચર્યાના રૂટ પર પડેલા ગાબડાઓનું સંપૂર્ણ સમારકામ કાવ્યને બદલે તંત્રએ માત્ર મેટલ કપચી પાથરી દેતા ભક્તોને ચાલવામાં મુશ્કેલી પડે તેમ છે. 

આજે ખેડા જિલ્લાના વિખ્યાત રણછોડજી મંદિરથી 253મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.સોનાના લાલાજી સ્વરૂપ ઠાકોરજીને કુમકુમ તિલક કરી અધિવાસન કરાવ્યું હતું. ત્યારબાદ લાલજીને ચાંદીના રથ પર તેમજ પીતળના રથ પર બિરાજમાન કરાવી 11- પ્રદક્ષિણા ભાવિક ભક્તોએ પોતાના ખભા પર ખેંચી કરાવી હતી. મહત્વ ની બાબત એ છે કે વર્ષોથી શ્રીજીનુ અધિવાસન રણછોડરાય સન્મુખ કરવામાં આવતું તે પરંપરા તોડી મંદિર પરિસરમા કરાવ્યું હતું. ભાવિક ભક્તો ભગવાન કાળીયા ઠાકોર ની આ 253મી નગરચર્યા નિહાળવા ઉત્સુક છે. મહિલાઓએ કાળીયા ઠાકોર ને રિઝવવા ફણગાવેલા મગના વૈદ્ધા, કેરી, જાંબુ નો પ્રસાદ ધર્યો હતો. 

જ્યારે બીજી બાજુ જગતનો નાથ નગરચર્યાએ નીકળવાનો છે ત્યારે નગરચર્યાના રૂટ ડાકોર મંદિર પરિસરથી શરૂ કરી ઘણા ખરા વિસ્તારમા રોડ પર ગાબડાઓનું સામ્રાજ્ય છે. લક્ષ્મીજી રૂટ પર પડેલા ગાબડાઓનું સંપૂર્ણ સમારકામ કાવ્યને બદલે તંત્રએ માત્ર મેટલ કપચી પાથરી દેતા ભક્તોને ચાલવામાં મુશ્કેલી પડે તેમ છે. મહત્વ ની બાબત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી ડાકોરની મુલાકાતે આવે તેના એક દિવસ પહેલા જેતે વિસ્તારના  રસ્તા પર ડામર પાથરી સુચારુ આયોજન કરાય છે. ત્યારે જગતનો નાથ વર્ષમાં એક વાર નગરચર્યાએ નીકળે ત્યારે તંત્ર રસ્તાનું સમારકામ કેમ કરી નથી શકતું તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. 

આ સમાચાર શેર કરો