મુખ્ય સામગ્રી પર જાઓ

Video: મહેમદાવાદમાં બે શિક્ષકો વચ્ચે છુટ્ટા હાથે મારામારી, ગ્રામજનોએ શાળામાં કરી તાળાબંધી

મહેમદાવાદ તાલુકાની રોહિસા પ્રાથમિક શાળામાં બે શિક્ષકો ચાલુ કાર્યકાળ દરમિયાન બાખડ્યા હતા. બંન

મહેમદાવાદ તાલુકાની રોહિસા પ્રાથમિક શાળામાં બે શિક્ષકો ચાલુ કાર્યકાળ દરમિયાન બાખડ્યા હતા. બંને શિક્ષકોએ છુટ્ટા હાથે મારામારી કરતાં ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. 

ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી 

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલી રોહિસા પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. શાળામાં બે શિક્ષકો ચાલુ કાર્યકાળ દરમિયાન બાખડયા હતા. શિક્ષકો દ્વારા એકબીજાને અભદ્ર શબ્દો બોલવામાં આવ્યા હતા, જે બાદ બંને શિક્ષકોએ છુટ્ટા હાથે મારામારી થઈ હતી. આ ઘટનાની જાણ  ગ્રામજનોને થતાં તેઓ દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. જે બાદ શિક્ષકો પર કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી. આવનારા સમયમાં શિક્ષકોની બદલી કરવામાં નહીં આવે તો ફરી વખત તાળાબંધીની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો