Video: ગુજરાતનાં બે વ્યક્તિએ બંધારણને નેવે મૂકી દીધું, મલ્લિકાર્જુન ખડગેના આકરા પ્રહાર
જૂનાગઢમાં કોંગ્રેસની શિબિરનું રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના હસ્તે ઉદઘાટન કરવામ
જૂનાગઢમાં કોંગ્રેસની શિબિરનું રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. શિબિરના પ્રથમ સેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષે 33 જિલ્લાના અને નવ મહાનગરોના પ્રમુખને અનેક મુદ્દે માર્ગદર્શન આપ્યું છે જેમાં તેમણે નામ લીધા વગર વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે પોતાના કાર્યકર તરીકેના કાર્યકાળ દરમિયાન પક્ષમાં અનેક મુદ્દે તે વખતના નેતૃત્વ દ્વારા ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હતો, પરંતુ છતાં પણ તેમણે પાર્ટીની વિચારધારા ન છોડી અને કામ કરવાનું શરૂ રાખ્યું હતું, તેના કારણે આજે પાર્ટીએ તેમની કિંમત કરી અને સમગ્ર દેશનું નેતૃત્વ સોપ્યું છે.
કોંગ્રેસ સરકાર સામે લડશે તો ચોક્કસ પરિણામ મળશે
કાર્યકરોમાં અને હોદ્દેદારોમાં ક્યાંકને ક્યાંક અંદરખાને નારાજગી હોય તે ભૂલીને તમામ લોકો એક થઈ કોંગ્રેસની વિચારધારામાં તન મનથી જોડાઈ જવા અને લોકોના પ્રશ્ન અંગે સરકારને ઢંઢોળવા અપીલ કરી હતી. કોંગ્રેસ ક્યારેય હારતી જ નથી, પરંતુ જો કોંગ્રેસ એક થઈ સરકાર સામે લડશે તો ચોક્કસ પરિણામ મળે તેવી ગુજરાતમાં સ્થિતિ હોવાનું કોંગી નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું.
કોંગ્રેસનો એક જ હેતુ છે 'સંવિધાન બચાવો'
આ ઉપરાંત ખડગેએ કેશોદ એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશની આઝાદીમાં ગુજરાતના બે સપૂતોએ જે કાર્ય કર્યું છે, તેનાથી દેશની આઝાદી મળી હતી તેવા ગાંધી અને સરદાર પ્રત્યે માન અને સન્માન છે, પરંતુ હાલમાં અહીંના જ બે વ્યક્તિઓએ સંવિધાનને નેવે મુકી દીધું છે. કોંગ્રેસનો એક માત્ર હેતુ છે સંવિધાન બચાવો.
જ્યારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો હતો કે દસ દિવસની શિબિરમાં કોંગ્રેસના અનેક રાષ્ટ્રીય અને અલગ અલગ વિષયના એક્સપર્ટ નેતાઓ દ્વારા જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવશે અને નેપાળની ઘટના અંગે ભારત સરકારની ઘોર બેદરકારીના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે તેઓ પણ આક્ષેપ કર્યો હતો.








