મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO/ અમેરિકામાં એર શો દરમિયાન બે F-18 ફાઇટર જેટ ટકરાયા, આકાશમાં જ બન્યો આગનો ગોળો

અમેરિકાના (USA) આઇડાહો રાજ્યમાં આવેલા “માઉન્ટેન હોમ એરફોર

અમેરિકાના (USA) આઇડાહો રાજ્યમાં આવેલા “માઉન્ટેન હોમ એરફોર્સ બેસ” ખાતે યોજાયેલા ભવ્ય એર શો (Air Show) દરમિયાન એક મોટો અકસ્માત સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન બે EA-18G Growler ફાઇટર જેટ (Fighter Jets) હવામાં જ એકબીજા સાથે અથડાઈ ગયા હતા, જેના કારણે આકાશમાં આગ અને ધુમાડાના ગોટાળા જોવા મળ્યા હતા.

આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે લગભગ 12:30 વાગ્યે બની હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને વિમાનોના ટુકડા આકાશમાં ફાટી નીકળતા જોવા મળ્યા. ઘટનાના વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ચારેય ક્રૂ મેમ્બર સુરક્ષિત

અકસ્મતમાં સૌથી રાહતની વાત એ રહી કે બંને વિમાનોમાં રહેલા ચારેય ક્રૂ મેમ્બર સમયસર ઇજેક્ટ (Eject) થઈ ગયા હતા. ટક્કર બાદ થોડા જ સેકન્ડોમાં આકાશમાં ચાર પેરાશૂટ ખુલતા જોવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે તમામ પાઇલટ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

8 વર્ષ બાદ યોજાયો હતો એર શો

“ગનફાઇટર સ્કાયઝ એર શો” (Gunfighter Skies Air Show) આઠ વર્ષના લાંબા વિરામ બાદ યોજાયો હતો. છેલ્લા બે વર્ષથી આ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ આ અકસ્માત બાદ સમગ્ર કાર્યક્રમ રદ (Cancelled) કરી દેવાયો હતો.

તપાસ શરૂ

એરફોર્સ બેસના પ્રવક્તાએ જણાવ્યું કે ઘટના બાદ તરત જ તપાસ (Investigation) શરૂ કરવામાં આવી છે. ઇમર્જન્સી ટીમો (Emergency Teams) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ક્રેશનું કારણ જાણવા પ્રયત્નો શરૂ થયા છે.

અગાઉ પણ બની ચૂક્યા છે અકસ્માત

માઉન્ટેન હોમ એરબેસ ખાતે અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. વર્ષ 2018માં એક હેંગ ગ્લાઇડર (Hang Glider) ક્રેશમાં પાઇલટનું મોત થયું હતું, જ્યારે 2003માં થન્ડરબર્ડ જેટ (Thunderbird Jet) પણ ક્રેશ થયું હતું, જોકે તેમાં પાઇલટ સુરક્ષિત બચી ગયો હતો.

આ સમાચાર શેર કરો