VIDEO: ઈરાને યુએસ F-18 ફાઇટર જેટને તોડી પાડ્યાનો કર્યો દાવો, IRGCએ જાહેર કર્યો નવો વિડીયો
ઈરાનનો દાવો છે કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ પર્શિયન ગલ્ફ નજીક એક અમેરિકન


ઈરાનનો દાવો છે કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ પર્શિયન ગલ્ફ નજીક એક અમેરિકન F-18 ફાઇટર જેટને સફળતાપૂર્વક તોડી પાડ્યું હતું. આ દાવાની સાથે એક કથિત વિડિઓ પણ હતો જેમાં વિમાનને મિસાઈલથી તોડી પાડ્યું હતું. મિસાઈલની ટક્કરથી જેટમાં આગ લાગી હતી અને પછી જમીન પર તૂટી પડ્યું હતું. જો કે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (પેન્ટાગોન) એ આ અહેવાલને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે, તેને બનાવટી અને ખોટી માહિતી ગણાવી છે. જો કે, ઈરાને દાવો કર્યો છે કે આમે સાચે જ આ ફાઈટર જેટને તોડી પાડ્યું છે. ઈરાની વાયુસેના (IRGC) એ દાવો કર્યો છે કે ચાબહાર નજીક ઈરાની વાયુ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા F/A-18 ફાઇટર જેટને નિશાન બનાવવામાં આવ્યું હતું.
ઈરાને કડક ચેતવણી જારી કરી
એમબી ગાલિબાફે એક નવી ચેતવણી જારી કરીને જણાવ્યું છે કે, કેટલીક ગુપ્ત માહિતીના આધારે, તેમના વિરોધીઓ પ્રદેશના એક દેશના સમર્થનથી ઈરાનના એક ટાપુ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યા છે. "અમારી સેના દુશ્મનોની બધી પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખી રહી છે. જો તેઓ આપણી સરહદો પાર કરે છે, તો તે પ્રાદેશિક દેશમાં તમામ મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ ખચકાટ વિના નાશ પામશે. આ માટે તેઓ જવાબદાર રહેશે.
યુએસએસ અબ્રાહમ લિંકન પર હુમલો કરવાના દાવાઓ
અગાઉ, ઈરાને યુએસ એરક્રાફ્ટ કેરિયર, યુએસએસ અબ્રાહમ લિંકન પર ક્રુઝ મિસાઈલ છોડવાનો દાવો કર્યો હતો. ઈરાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અમે યુએસએસ અબ્રાહમ લિંકન પર એક શક્તિશાળી હુમલો કર્યો છે." તેણે યુએસને ચેતવણી પણ આપી હતી કે જો ભવિષ્યમાં એરક્રાફ્ટ કેરિયર ફરીથી ક્યારેય ઈરાની પાણીમાં પ્રવેશ કરશે, તો તેને વધુ હુમલાઓનો સામનો કરવો પડશે. જો કે, યુએસ સેન્ટકોમે આ દાવાઓને નકારી કાઢ્યા હતા, અને કહ્યું હતું કે તેના કોઈપણ ફાઇટર જેટ કે જહાજનો નાશ થયો નથી






