વડોદરામાં ટોચના ત્રણ ફાયર વિભાગ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ
વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગના ટોચના ત્રણ અધિકારીઓને ફાયર બ્રિગેડની ખરીદીના કૌભાંડના આરોપસર સસ્
વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગના ટોચના ત્રણ અધિકારીઓને ફાયર બ્રિગેડની ખરીદીના કૌભાંડના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ થયેલા અધિકારીઓમાં ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. દેવેશ પટેલનો સમાવેશ થાય છે.
સસ્પેન્શન બાદ ડિવિઝનલ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણને ચીફ ફાયર ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સ્ટેશન ઓફિસર અમિત ચૌધરીને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને ડૉ. મુકેશ વૈદ્યને આરોગ્ય અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ કૌભાંડ ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓ સાથે સંકળાયેલું છે, જેમાં પોકેટ નાઇફ, મચ્છરદાની અને પાણીની બોટલ જેવી વસ્તુઓની કિંમત રૂ3,639.71 નક્કી કરવામાં આવી હતી. આ ખરીદી ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ પોર્ટલ દ્વારા થઈ, જેમાં ઊંચી કિંમતો અને નિયમોનું પાલન ન થવાની શંકા ઊભી થઈ.
ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સંભાળ્યા બાદ હરેન્દ્રસિંહ ચૌહાણે VMCકચેરીની મુલાકાત લીધી અને ડેપ્યુટી કમિશનર ગંગા સિંહ સાથે ચર્ચા કરી. મીડિયા સાથે વાત કરતાં તેમણે આ પદને એક પડકાર તરીકે વર્ણવ્યું અને ફાયરફાઈટર્સની સલામતીને પ્રાથમિકતા આપવાનું વચન આપ્યું...
હરેન્દ્રસિંહ ચૌહાણે ફાયરફાઈટર્સની મહત્ત્વની ભૂમિકા પર ભાર મૂક્યો, જેઓ પોતાના જીવના જોખમે લોકોની સેવા કરે છે. તેમણે ફાયરફાઈટર્સની સલામતી અને યોગ્ય સાધનો માટે પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી.
અગાઉ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રહી ચૂકેલા નિકુંજ આઝાદે જણાવ્યું કે તેઓ 8 વર્ષથી ફરજ બજાવે છે. સિનિયોરિટીના આધારે પોસ્ટની નિમણૂક થાય છે અને તેમને આ પોસ્ટ ન મળવાનું કોઈ દુઃખ નથી. તેઓ ટીમ સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.
VMCએ ખરીદીની ગેરરીતિઓની તપાસ માટે ચાર સભ્યોની સમિતિ રચી છે. આ તપાસમાં સુરતની એક એજન્સીને 24 વસ્તુઓ માટે રૂ 3.81 કરોડની ચૂકવણીની વિગતો બહાર આવી છે, જેમાં ઇમરજન્સી વ્હિસલ અને રેસ્ક્યુ બોટનો સમાવેશ થાય છે.








