મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara News: ફાયર બ્રિગેડના 3.17 કરોડના સાધનોની ખરીદીમાં કૌભાંડ, 3 અધિકારીઓ સસ્પેન્ડ

રાજ્યમાં સરકારી ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો લોકો આક્ષે કરતા જ હોય છે. ત્યારે વ

Vadodara News: ફાયર બ્રિગેડના 3.17 કરોડના સાધનોની ખરીદીમાં કૌભાંડ, 3 અધિકારીઓ સસ્પેન્ડ

રાજ્યમાં સરકારી ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો લોકો આક્ષે કરતા જ હોય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3 કરોડ 17 લાખ રૂપિયાના ખર્ચે ફાયર બ્રિગેડના સાધન સામગ્રીની ખરીદી કરી હતી. આ ખરીદીમાં કટકીનું મોટું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. 3 કરોડથી વધુના આ કૌભાંડમાં વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે તાત્કાલિક પગલાં ભરતાં 3 અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. 

વડોદરા ફાયર બ્રિગેડના સાધન સામગ્રીની ખરીદીના 3.17 કરોડના કૌભાંડની તપાસમાં ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડેપ્યુટી ચીફ નૈતિક ભટ્ટ અને તત્કાલીન HOD ડો. દેવેશ પટેલ વિરુદ્ધ ગેરરીતિનો આરોપ લાગ્યો છે. કૌભાંડમાં સાધનો 10થી12 ગણા વધુ ભાવે ખરીદાયા હોવાનું બહાર આવ્યું છે. 200થી 300 રૂપિયામાં મળતી સિસોટી 3 હજાર 200 રૂપિયામાં ખરીદવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર અરૂણ બાબુએ સમગ્ર મામલામાં તપાસના આદેશ આપ્યા છે. આ સાથે ત્રણેય અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. 

તપાસ કમિટીના અહેવાલ બાદ કાર્યવાહી
ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ, ચીફ ઓડિટર એચ. આર. રાવ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાજેન્દ્ર વસાવા અને ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીની કમિટીએ આ કૌભાંડની ઝીણવટભરી તપાસ કરી. આ તપાસના અહેવાલના આધારે મ્યુનિસિપલ કમિશનરે ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે, જેથી આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે.

આ સમાચાર શેર કરો