મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara news: સામાન્ય બાબતે પાડોશીએ યુવકની ઢીમ ઢાળી દીધું, જાણો હત્યાનું કારણ

વડોદરા શહેરના પ્રિયા ટોકીઝ પાસે આવેલી ઘ એરોસૅ બિલ્ડિંગમાં પાર્કિંગ બાબતે

Vadodara news: સામાન્ય બાબતે પાડોશીએ યુવકની ઢીમ ઢાળી દીધું, જાણો હત્યાનું કારણ

વડોદરા શહેરના પ્રિયા ટોકીઝ પાસે આવેલી ઘ એરોસૅ બિલ્ડિંગમાં પાર્કિંગ બાબતે થયેલો ઝઘડો હત્યામાં પરિણમ્યો છે. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પાડોશીના હુમલામાં યુવકની હત્યા કરાઇ છે. આ અંગે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

વડોદરામાં દિન પ્રતિદિન મારામારી અને હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં નજીવી બાબતે યુવકની ઘાતકી હત્યા કરાઇ છે. શહેરના પ્રિયા ટોકીઝ પાસે આવેલી ઘ એરોસૅ બિલ્ડિંગમાં પાર્કિંગ બાબતે થયેલો ઝઘડો થયો હતો. વાહન પાર્ક કરવા મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલીમાં યુવક પર ધારદાર હત્યા વડે હુમલો થયો હતો. અક્ષય નામના યુવક પર પાડોશીએ જીવલેણ હુમલો કરતાં તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો