મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara news: રૂ. 25 લાખની જૂની ચલણી નોટો સાથે ચાર પકડાયા, જાણો પોલીસે કેવી રીતે પકડ્યા?

કેન્દ્ર સરકારે વર્ષ 2016માં 500 અને 1000 દરની ચલણી નોટોને રદ કરી હતી

Vadodara news: રૂ. 25 લાખની જૂની ચલણી નોટો સાથે ચાર પકડાયા, જાણો પોલીસે કેવી રીતે પકડ્યા?

કેન્દ્ર સરકારે વર્ષ 2016માં 500 અને 1000 દરની ચલણી નોટોને રદ કરી હતી, ત્યારબાદ ગેરકાયદે રીતે રાજ્યમાં આ જૂની નોટો જપ્ત કરવાના બનાવો સામે આવતા હતા. આવો જ એક બનાવ વડોદરામાં બન્યો છે. જેમાં નાસતાં ફરતા આરોપીને પકડવા માટે ઊભેલી પોલીસે રિક્ષામાં રૂ. 25 લાખની જૂની ચલણી નોટો લઈ જતાં ચાર ઇસમોને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

વડોદરા એલસીબી ઝોન 3 પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો, કારણ કે નાસતા ફરતા આરોપીને પકડવા ઊભેલી પોલીસની ટીમે રૂ. 25 લાખની રદ થયેલી ચલણી નોટો સાથે ચાર જણને પકડી પાડયા છે. રિક્ષામાં 1000 અને 500 ના દરની રદ કરેલી 24,98,500 ની 2,798 નોટો ઝડપી પોલીસ ટોળકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે સામંત ઉર્ફે જીગો ભરવાડ, નાથાભાઈ ભરવાડ, મુકેશ ભરવાડ, અહેમદ મન્સૂરી અને વજેકન ભરવાડ પકડાયા છે. આ સિવાય ચારેય પાસેથી મોબાઈલ- રિક્ષા મળી 65 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. હવે આ ટોળકી ચલણમાંથી રદ થયેલી નોટો કોને આપવા જતી હતી, ક્યાંથી લાવી હતી તે તપાસનો વિષય છે. 

આ સમાચાર શેર કરો