Video: ઇડરમાં ફેક્ટરીમાં કામ કરતાં ત્રણ મજૂરો પર લોખંડની ભારેખમ પાઈપો પડતાં દટાયા, એક ગંભીર
સાબરકાંઠાના ઇડરમાં લોખંડની ફેક્ટરીમાં થયેલા અકસ્માતમાં ત્રણ મજૂર દટાઈ ગયા હતા.
સાબરકાંઠાના ઇડરમાં લોખંડની ફેક્ટરીમાં થયેલા અકસ્માતમાં ત્રણ મજૂર દટાઈ ગયા હતા. ફાયર ફાઇટર અને સ્થાનિકોની મદદથી ત્રણેય મજૂરોને બચાવવામાં આવ્યા છે. એક મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ જતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
એક મજૂરનો હાથ કપાઈ ગયો
સાબરકાંઠાના ઇડર ખાતે લોખંડની ફેક્ટરીમાં કામ કરતી વખતે ત્રણ મજૂરો પર ભારે વજનદાર લોખંડ તૂટી પડતાં તેઓ દટાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર, 108 ની ટીમો અને સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં જોડાયા હતા. લગભગ ત્રણ કલાકની જહેમત બાદ ત્રણેય મજૂરોને સલામત બહાર કાઢવામાં આવ્યા. જોકે એક મજૂરનો હાથ કપાઈ જતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેથી તેને તાત્કાલિક ઇડર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે લોકટોળા ઉમટ્યા હતા.











