Banaskantha : ડીસા પાલિકાની સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં જ આટોપી લેવાઈ
બનાસકાંઠાના ડીસા પાલિકાની ગુરુવારે સાધારણ સભા યોજાઇ હતી. આ સભા ગણતરીની મિનિટોમા
બનાસકાંઠાના ડીસા પાલિકાની ગુરુવારે સાધારણ સભા યોજાઇ હતી. આ સભા ગણતરીની મિનિટોમાં જ આટોપી લેવાતા વિવાદાસ્પદ બની હતી. આ સભા અંગે વિપક્ષે પણ શાસક પક્ષ પર આક્ષેપોનો મારો ચલાવાયો હતો .
બનાસકાંઠાની બટાકા નગરી એવી ડીસા પાલિકાની સાધારણ સભાને ગણતરીની મિનિટોમાં જ પૂર્ણ કરી દેવાતા ભારે હોબાળો મચ્યો હતો. 15 સદસ્યો ગેરહાજર રહેતા અને 11 મુદ્દાના એજન્ડા હોવા છતાં સભા ગણતરીની મિનિટોમાં જ આટોપી લેવામાં આવી હતી. જેથી સાધારણ સભા ભારે વિવાદાસ્પદ બની હતી.
ચર્ચા કર્યા વગર જ સભાને પૂર્ણ કરવામાં આવી હતી. વિપક્ષના આક્ષેપ મુજબ પાણી , સેનીટેશન, રોડ સહિતના મહત્વના મુદ્દાઓને અવગણવામાં આવ્યાં હતાં. પાલિકા પ્રમુખ નિતાબેન ઠક્કરે વિપક્ષના પ્રશ્નો સાંભળ્યા વિના બેઠક છોડી ચાલ્યા ગયા હતા અને મીડિયાના પ્રશ્નોનો પણ જવાબ આપ્યો નહતો. આ સમગ્ર ઘટનાને લઈ વિપક્ષે પાલિકા બોર્ડને નિષ્ફળ ગણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સત્તાધીશો પર નગરજનોની સમસ્યાઓની અવગણના કરવાનો આરોપ મૂક્યો હતો. વિપક્ષે સત્તાધીશો પર જવાબદારીથી બચવાનો આરોપ લગાવ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે જનતાની માંગો અને વિપક્ષની રજૂઆતો બાદ શાસક પક્ષ તરફથી કોઈ પ્રતિસાદ મળે છે કે નહી?









