VIDEO: Jambusarના દેવલા ગામે ST ડ્રાઈવર પર હિચકારો હુમલો, પેસેન્જર લેવા બાબતે માથાકૂટ બાદ માર મરાયો
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા ગામે shocking ઘટના સામે આવી છે, જ્યાં એક એસટી બસના ડ્રાઈવ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા ગામે shocking ઘટના સામે આવી છે, જ્યાં એક એસટી બસના ડ્રાઈવર પર હિચકારો હુમલો થયો છે. આ હુમલાની પાછળ અગાઉના વિવાદને કારણ માનવામાં આવી રહ્યો છે. એસટી ડ્રાઈવર નિશાર સાદિકઅલી સૈયદ સંજના અંદાજે 7:15 કલાકે દેવલા ટ્રીપ પર જતા હતા. દેવલા ચોક પાસે પહોંચતા જ અશફાક ગાયન નામના સ્થાનિક યુવકે, જે નાનો ઈસમ હોવાનું જણાય છે, એસટી ડ્રાઈવર પર હિચકારો હુમલો કર્યો હતો.
લાતો-મુક્કાનો માર્યો માર
હુમલાખોરે ડ્રાઈવરને પગ, છાતી અને પેશાબની જગ્યાએ લાતો તથા મુક્કા મારી ઇજાઓ પહોંચાડી હતી. આ દરમ્યાન બસનો કંડકટર પણ સાથે હાજર હતો, જેણે તરત જ 108 એમ્બ્યુલન્સને બોલાવી અને ઇજાગ્રસ્ત ડ્રાઈવરને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડાયો હતો.હુમલાની પાછળનું કારણ તારીખ 16/06/2025ના રોજ પેસેન્જર લેવા બાબતે થયેલી માથાકૂટ છે. તે મુદ્દે ડ્રાઈવરે જંબુસર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થવાના કારણે રીસ રાખીને આ હુમલો કરાયો હોવાનો દાવો થઈ રહ્યો છે.
પોલીસ દોડી આવી
ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને હાલત અંગે માહિતી મેળવી.ચિંતાજનક મુદ્દો એ છે કે અગાઉ અરજી છતાં કાર્યવાહી ન થવાને કારણે આવી ઘટના સર્જાઈ, જેને લઇ પોલીસ તંત્રની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઉભા થયા છે.












