કડીના મેડા આદરજની હાઈસ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા, આચાર્યની ઓફિસમાં ઘુસીને કર્યો આ કાંડ!
કડી તાલુકામાં આવેલા મેડા આદરજ ગામની શેઠ આર.
કડી તાલુકામાં આવેલા મેડા આદરજ ગામની શેઠ આર. એચ. હાઈસ્કૂલમાં અચાનક ત્રાટકેલા તસ્કરોએ આચાર્યની ઓફિસ સહિત વર્ગખંડોમાં પણ ચોરી કરી હતી. આ તસ્કરોએ શાળામાં 5 વર્ગખંડોના દરવાજાના નકુચાઓ તોડ્યા અને ત્યારબાદ આચાર્યની ઓફિસની તિજોરી તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
કડીના મેડા આદરજની હાઇસ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા
આ સહિત, સ્ટાફ રુમમાં રહેલા શિક્ષકોના લોકરો પણ તોડ્યા. જેમાં રહેલા રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા. લોકરો અને આચાર્ચની ઓફિસમાંથી તસ્કરોએ કુલ રૂપિયા 79,666ની ચોરી કરી. આ ઘટનાની જાણ શાળાના કાર્યકરોને થતા બાવલું પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલિસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહિ શરુ કરી.












