'બુલેટ' પર નીકળેલા રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક, ભીડમાંથી આવેલા યુવકે ગાલ પર કરી કિસ; SPGએ થપ્પડ મારી

રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. બિહારના પૂર્ણિયાથી અરરિયા સુધી યોજાયેલી બાઇક રેલીમાં રાહુલ ગાંધી

રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. બિહારના પૂર્ણિયાથી અરરિયા સુધી યોજાયેલી બાઇક રેલીમાં રાહુલ ગાંધી ખુદ બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. પૂર્ણિયાના રસ્તા પર રાહુલ ગાંધી બાઇક ચલાવતા હતા આ દરમિયાન લાલ શર્ટ પહેરેલો એક શખ્સ રાહુલ ગાંધી પાસે આવી ગયો હતો અને તેમના ગાલ પર કિસ કરી હતી. આ ઘટનાને જોઇને સુરક્ષાકર્મી દોડી આવ્યા હતા અને SPGના જવાને રાહુલ ગાંધી પાસેથી તે શખ્સને અલગ કર્યો હતો અને થપ્પડ મારી હતી. મહત્ત્વપૂર્ણ છે કે, બાઇક રેલીમાં રાહુલ ગાંધીની સાથે તેજસ્વી યાદવ પણ જોડાયા હતા.

રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક

જાહેરાત

આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે રાહુલ ગાંધી સાથે આવી ઘટના બની છે. પૂર્ણિયામાં રાહુલ ગાંધીને જોવા અને મળવા માટે ભીડ ઉમટી પડી હતી. બાઇકની આગળ અને પાછળ હજારોની સંખ્યામાં લોકો ચાલતા હતા. આ દરમિયાન ભીડમાંથી એક શખ્સે રાહુલ ગાંધીને પકડી લીધો હતો અને કિસ કરી હતી. 

ભાજપનું પાર્ટનર બની ચુક્યુ છે ચૂંટણી પંચ- રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે બિહારમાં વોટની ચોરી થવા નહીં દઇએ. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ ભાજપની પાર્ટનર બની ગઇ છે. અરરિયામાં ઇન્ડિયા ગઠબંધનની સંયુક્ત પત્રકાર પરિષદમાં કોગ્રેસના નેતાએ કહ્યું કે આ યાત્રાની સફળતા આ સાબિત કરે છે કે બિહારના કરોડો લોકો વોટ ચોરીની વાતને સાચી માની રહ્યાં છે. 

રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા

રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા 17 ઓગસ્ટે બિહારના સાસારામથી શરૂ થઇ છે. આ યાત્રામાં ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ RJDના નેતા તેજસ્વી યાદવ સહિત અન્ય પક્ષના તમામ નેતા પણ સામેલ થયા છે. 16 દિવસની આ યાત્રા લગભગ 20 જિલ્લામાંથી પ્રસાર થશે અને 1300 કિલોમીટરની સફર પૂર્ણ કરશે. 1 સપ્ટેમ્બરે પટણામાં મોટી રેલી સાથે યાત્રા સમાપ્ત થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત