Video: સરકારની તિજોરી છલકાઈ : સતત ચોથા મહિને જીએસટી આવક રૂ. બે લાખ કરોડને પાર

સોર્સ: gstv

તહેવારોની મોસમમાં દેશની અર્થવ્યવસ્થાને વેગ મળ્યો છે અને સરકારની તિજોરીમાં પણ ધનવર્ષા થઈ છે. ઓક્ટોબર 2026માં દેશનું જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે 22.90 ટકા વધીને રૂ. 2.31 લાખ કરોડ નોંધાયું છે. છેલ્લા ચાર વર્ષમાં જીએસટી કલેક્શનમાં નોંધાયેલો આ સૌથી ઝડપી વૃદ્ધિદર છે અને સતત ચોથા મહિને કલેક્શન રૂ. 2 લાખ કરોડને પાર થયું છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ બાદ ઓક્ટોબરનું કલેક્શન બીજું સૌથી મોટું રહ્યું છે. ગુજરાતમાં પણ જીએસટી કલેક્શનમાં 16 ટકાનો વધારો નોંધાયો છે અને કુલ રૂ. 13,516 કરોડની આવક થઈ છે. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન દેશનું કુલ જીએસટી કલેક્શન વધીને રૂ. 14.77 લાખ કરોડ થયું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત