મુખ્ય સામગ્રી પર જાઓ

Video: જ્ઞાનેશકુમારને હટાવી SIR પ્રક્રિયા અટકાવો: ખડગે

સોર્સ: gstv

SIRમાં કથિત અનિયમિતતાઓ અને ચુંટણી પંચના નિર્ણયોને મુદ્દે ઇન્ડીયા ગઠબંધને મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને એક પ્રતીકાત્મક મોક સંસદ યોજીને જન મહાભિયોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મત ચોરી અને SIR પ્રક્રિયા સામે વિરોધ નોંધાવાયો હતો. રામલીલા મેદાન ખાતે યોજાનાર વિપક્ષની દિલ્હી ચલો રેલીના એક દિવસ પહેલા આ કાર્યક્રમ યોજ્યો. આ કાર્યક્રમ દ્વારા ઇન્ડીયા ગઠબંધને મુખ્ય ચુંટણી કમિશનરના રાજીનામાની માંગને વધુ ઉગ્ર બનાવીને સીઈસી સામે આકરા પ્રહારો કર્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવામાં આવે અને એસઆઈઆરની પ્રક્રિયા અટકાવવામાં આવે.

આ સમાચાર શેર કરો