Video: ભોપાલમાં કેન્દ્રીય મંત્રીએ મંદિરે દર્શન કર્યા

ભોપાલમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કરુણાધામ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિર પરિસરમાં પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે મંદિરમાં ભગવાનનાં દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. મંદિર ખાતે ધાર્મિક વિધિમાં પણ ભાગ લીધો હતો. મંત્રીની મુલાકાતને લઈને મંદિર પરિસરમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મુલાકાતના દૃશ્યો પણ સામે આવ્યા છે.








