Video: ડીએમકે મહિલા પાંખ વિરોધ પ્રદર્શન

ચેન્નઈ સહિત તમિલનાડુના વિવિધ જિલ્લાઓમાં ડીએમકે મહિલા પાંખના કાર્યકરોએ મોટી સંખ્યામાં શેરીઓમાં ઉતરીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને કાયદો અને વ્યવસ્થાની વણસતી સ્થિતિ તેમજ મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત નિત્યવપરાશની ચીજવસ્તુઓના ભાવવધારાને લઈને પણ રોષ ઠાલવ્યો હતો. મહિલા નેતાઓએ સરકાર સામે તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માગ કરી છે. આ પ્રદર્શન દરમિયાન પોલીસે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી હતી અને કેટલાક સ્થળે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.






