Video: સાંતલપુર મામલતદારનો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં જાણવા મળ્યું આ ચોંકાવનારું કારણ
બનાસકાંઠા અને પાટણ પંથકમાં ખળભળાટ મચાવી દેનારી એક ચકચારી ઘટના સામે આવી છે. પાટણ જિલ
બનાસકાંઠા અને પાટણ પંથકમાં ખળભળાટ મચાવી દેનારી એક ચકચારી ઘટના સામે આવી છે. પાટણ જિલ્લાના સાંતલપુરના મામલતદારે અસામાજિક તત્વોના સતત ત્રાસ અને દબાણથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાએ સમગ્ર વહીવટી તંત્રમાં ચિંતા ફેલાવી દીધી છે.
મામલતદાર પાલનપુરની હોસ્પિટલમાં દાખલ, હાલત ગંભીર
થરાદની વૃંદાવન સોસાયટીમાં નાની પાવડ રોડ પર રહેતા સાંતલપુરના મામલતદારે પોતાના નિવાસસ્થાને ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા મામલતદારે એક સુસાઈડ નોટ લખી હતી તેમજ એક વીડિયો પણ બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મામલતદારે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, છેલ્લા ચાર વર્ષથી અમુક અસામાજિક તત્વો દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. સાથે પૈસાની સતત માંગણી કરી ધમકીઓ પણ આપવામાં આવતી હતી. આ દબાણ અને હેરાનગતિથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું વીડિયોમાં જણાવ્યું છે. ઝેરી દવા પી લીધા બાદ તેમની તબિયત લથડતા તાત્કાલિક તેમને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ખોટા ફોટા બનાવી ખંડણી માંગી હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ
વધુમાં મળતી માહિતી મુજબ મામલતદારએ તેમના ભાણેજ, સહિત 6 ઇસમો ત્રાસ આપતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. ખોટા ફોટા બનાવી ખંડણી માંગી હોવાનો પણ સુસાઇડ નોટમાં મામલતદારે લખ્યું છે.












