મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ડીસામાં ગટરના ગંદા પાણીથી રહીશો ત્રાહિમામ, પાલિકા કર્મીઓ દ્વારા અપાતી ધમકી

વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનના દાવાઓ વચ્ચે બનાસકાંઠા ડીસા નગરપાલિકાની બેદર

વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનના દાવાઓ વચ્ચે બનાસકાંઠા ડીસા નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ડીસાના ભોપાનગર માળીવાસમાં ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિક રહેવાસીઓ ભારે પરેશાન છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રજૂઆતો કરવા છતાં નગરપાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી, ઉલટું કર્મચારીઓ દ્વારા ધમકી આપવામાં આવે છે.

ગંદકીના કારણે લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય 

 બનાસકાંઠાના ડીસા ભોપાનગર માળીવાસ, વોર્ડ નંબર ૧૧માં છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી ઉભરાય છે. આ ગંદકીના કારણે લોકોમાં રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે તેઓ અઠવાડિયામાં ત્રણ વાર નગરપાલિકા કચેરીએ જાય છે, છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી.

 ગટર કનેક્શન અને પાણીના વેરા કાપી નાખવાની પાલિકાની ધમકી

આશ્ચર્યની વાત તો એ છે કે, નગરપાલિકાના કર્મચારીઓ તેમને “તમે ભોપાનગરના રહેવાસી નથી” કહીને પરત મોકલી દે છે. આટલું જ નહીં, પરંતુ ગટર કનેક્શન અને પાણીના વેરા કાપી નાખવાની ધમકી પણ આપવામાં આવે છે. સ્થાનિકોએ ભૂગર્ભ ગટર કનેક્શનની માંગણી કરી હતી, પરંતુ તેની જગ્યાએ નગરપાલિકા કનેક્શન કાપી નાખવાની ચિમકી આપે છે. આ બાબતે રહેવાસીઓએ સ્થાનિક ધારાસભ્યને પણ જાણ કરી છે, છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવાયા નથી.

એક બાજુ નગરપાલિકા સ્વચ્છતા માટે કરોડો ખર્ચવાનો દાવો કરે છે, તો બીજી બાજુ ભોપાનગર માળીવાસમાં ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે, જો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરાશે, જેની જવાબદારી નગરપાલિકાની રહેશે.

આ સમાચાર શેર કરો