મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ઉભરાતી ગટરોથી રહીશો થયા ત્રસ્ત, અનેક રજૂઆતો છતાં તંત્ર કરી રહ્યું છે આંખ આડા કાન

મોરબી શહેરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોને હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે

મોરબી શહેરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોને હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર સમસ્યાનો યોગ્ય ઉકેલ ન લાવતા સ્થાનિકોએ ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો. નાગરિકોએ તંત્રને ચેતવણી પણ આપી છે કે, જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે.

મળતી માહિતી અનુસાર, મોરબીમાં બસ સ્ટેશન રોડ પર છેલ્લા 3 મહિનાથી ગટરના પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. જે દિવસથી રોડનું કામ પૂર્ણ થયું છે તે દિવસથી જ  ગટરના પાણી રોડ પર ભરાયેલા રહે છે, જેના પગલે રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. બાળકોને શાળાએ જવા માટે આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. 

સ્થાનિકના જણાવ્યા પ્રમાણે, '3 મહિનાથી લોકોના ધંઘા-પાણી પણ બંધ છે. તંત્રમાં ફરિયાદ નોંધાવા જઈએ તો એક ઓફિસથી બીજી ઓફિસના ધક્કા ખાવા પડે છે.' 

વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ન આવતા અંતે લોકો રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ કરતા જોવા મળ્યા હતા. સમસ્યાનો તાત્કાલિક હલ નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે એવી ચિમકી પણ ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો