શ્રાવણમાં સોમનાથ દાદાના દર્શને જતા પહેલા વાંચી લેજો આ સમાચાર, પરેશાન નહીં થવું પડે
આગામી તારીખ 25 જુલાઈથી શ્રાવણ મહિનો શરુ થવા જઈ રહ્યો છે એવામાં સોમનાથ
આગામી તારીખ 25 જુલાઈથી શ્રાવણ મહિનો શરુ થવા જઈ રહ્યો છે એવામાં સોમનાથ મંદિરે દર્શન માટે આવતા ભક્તોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ શ્રધ્ધાળુઓ મોટા પ્રમાણમાં વાહનો પણ લઈને આવતા હોય છે. જેને કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે. આ વખતે પણ દર વખતની જેમ જ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવશે પરંતુ આ વખતે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પહેલા જ નિવારણની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
ટ્રાફિકની સમસ્યા નિવારવા જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમા નીચે મુજબની વિગતોનો સમાવેશ કરાયો છે:
(1) સફારી બાયપાસ અને વેરાવળ શહેર તરફથી આવતા તમામ પ્રકારના વાહનો ગુડલક સર્કલ થઈ વેણેશ્વર ચોકડી થઈ એક માર્ગીય રીતે ન્યુ ગૌરીકુંડ પાસે આવેલ સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં આવશે ત્યાંથી વાહનો પાર્કિંગમાં મુકીને દર્શનાર્થી દર્શન કરી પરત ફરે ત્યારે પાર્કિંગમાંથી વાહનો લઈ ત્રિવેણી રોડ ઉપર આવેલ પ્રજાપતિ ધર્મશાળા પાસે નવા બનેલ સિમેન્ટ રોડ ઉપર સોમનાથ ટ્રસ્ટના એકઝીટ ગેટથી બહાર નીકળી અવધુતેશ્વર મહાદેવ ત્રણ રસ્તા થઈ સફારી બાયપાસથી બહાર નીકળશે.
(2) ગુડલક સર્કલથી હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી ઘાટ સુધીનો રસ્તો "નો પાર્કિંગ ઝોન" જાહેર કરવામાં આવ્યો છે.
આ આયોજન દ્વારા વધુથી વધુ ટ્રાફિકની સમસ્યાઓનું નિવારણ લાવી શકાય તેવી સરકારની તૈયારીઓ જોવા મળી રહી છે.












