મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot News: આંગણવાડી અનાજ કૌભાંડ મામલે સીડીપીઓની GSTV સાથે ખાસ વાતચીત, કર્યો ચોંકાવનારો ખુલાસો

નોંધનીય છે કે, રાજકોટમાં આંગણવાડીના ગરીબ બાળકોને

તસવીર: GSTV

નોંધનીય છે કે, રાજકોટમાં આંગણવાડીના ગરીબ બાળકોને અપાતી પૌસ્ટિક આહારના બેગનું બારોબાર વેંચાણ કરવાનું શંકાસ્પદ કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. આંગણવાડીના બાળકોને આપવામાં આવતા બાળશક્તિ, માતૃ શક્તિ અને પુર્ણાના 36 બેગ બારોબાર વહેંચી દેવાયા હતા.

શાળા નંબર 78 માં આવેલી આંગણવાડી કેન્દ્રમાંથી ઓટો રિક્ષા ભરાઈને નીકળી ત્યાં જ સીડીપીઓ ધટના સ્થળે પહોંચી ગયા હતા, ઓટો રિક્ષામાં તપાસ કરતા અને સીડીપીઓ દ્વારા ઓટો રિક્ષાના ડ્રાઈવરની પુછપરછ પણ કરવામા આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

રૂ. 26,580નો જથ્થો જપ્ત કરાયો

પૂછપરછમાં બાચકા આજીડેમ પાછળ આવેલા રામવન પાસે બેગ ઉતરવાના હોવાનું રિક્ષા ચાલકે જણાવ્યું હતુ. રિક્ષામાં તપાસ કરતા બાળશક્તિના 17 બેગ, માતૃ શક્તિના 7, અને પૂર્ણાના 12 બેગ ઝડપાયા હતા. આમ, રૂ. 26,580નો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ ઘટના સમયે આંગણવાડી સંચાલક હાજર ન હતા. આંગણવાડી સંચાલક વોર્ડ-નં 6ના ભાજપના વોર્ડ પ્રમુખ નજમા પઠાણ હોવાનું સામે આવ્યું છે. 

હેલ્પર ખમાબાનું નિવેદન

આંગણવાડી કેન્દ્રમાં કૌભાંડ મામલે મહિલા હેલ્પર ખમાબાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, હું ગઈકાલે ગઈ હતી ત્યારે 36 ફૂડ પેકેટ હતા જે અત્યારે પણ છે. કોઈપણ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું નથી. જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે મામલે હું કંઈ કહી ના શકું. અમારા આંગણવાડીના કાર્યકર્તા શહેર ભાજપમાં છે. 

જણાવી દઈએ કે, નજમાબેન પઠાણ શહેર ભાજપમાં વોર્ડ નંબર 6માં પ્રમુખ છે. તેમના દ્વારા આંગણવાડી ચલાવવામાં આવે છે. હાલ તેઓ રજા ઉપર છે.

સીડીપીઓ જયશ્રી બેનની GSTV સાથે ખાસ વાતચીત 

બીજી તરફ આ આંગણવાડી અનાજ કૌભાંડ મામલે સીડીપીઓ જયશ્રી બેનની GSTV સાથે ખાસ વાતચીત થઈ હતી. જેમાં આ અધિકારીએ GSTV સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. 

તેમણે કહ્યું કે, જ્યારે રેડ કરી ત્યારે આંગણવાડી સંચાલિકા નઝમા બેન પઠાણે કોઈ રાજકીય વ્યક્તિ સાથે પણ વાત કરાવી હતી અને બધું પૂરું કરવાની ભલામણ કરી હતી. જો કે, અમે ચોખ્ખી ના પાડી દીધી હતી, આંગણવાડી વર્કર અને હેલ્પર સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આંગણવાડી સંચાલિકા નઝમા બેન પઠાણ છે, જે ભાજપના વોર્ડ નં 6ના પ્રમુખ છે.

આ સમાચાર શેર કરો