VIDEO: સુરેન્દ્રનગરમાં રાસાયણિક ખાતરના ગોડાઉનમાં પડી રેડ
અવાર નવાર રાસાયણિક ખાતરની ખેચ જોવા મળતી હોય છે. લોકો વધુ ભાવ દઈને પણ રાસાયણિક ખાતર લેવા માટે મજબુર બને છે. એવામાં સાબરકાં
અવાર નવાર રાસાયણિક ખાતરની ખેચ જોવા મળતી હોય છે. લોકો વધુ ભાવ દઈને પણ રાસાયણિક ખાતર લેવા માટે મજબુર બને છે. એવામાં સાબરકાંઠામાંથી રજીસ્ટ્રેશન વગરના ગોડાઉનમાંથી ગેરકાયદેસર રાસાયણિક ખાતરનો જથ્થો પકડાયો છે.
સાબરકાંઠાના ગોડાઉનમાંથી પકડાયો રાસાયણિક ખાતરનો જથ્થો
ગાંધીનગરના નાયબ ખેતી નિયામક તેમજ નાયબ ખેતી નિયામક અમદાવાદના એધિકારીઓએ સાબપકાંઠાના વડાલીમાંથી એક ગોડાઉનમાં રેડ પાડતા રાસાયણિક ખાતરનો જથ્થો મળી આવ્યો. ગોડાઉનમાંથી 1100થી વધુ રાસાયણિક ખાતર ભરેલી બેગનો જથ્થો મળતા તંત્ર એક્શનમાં આવ્યું.
સ્થાનિક વેપારીનું લાઈસન્સ કરાયું રદ
દરોડામાં ઝડપાયેલા ખાતરના ગોડાઉનના સ્થાનિક વેપારી પાસે વર્ષ 2030 સુધીનું લાઈસન્સ હતું જેને રદ કરી દેવામાં આવ્યું છે. હવે ત્યાંથી મળેલા 1100થી વધુના ગેરકાયદેસર રાસાયણિક ખાતરના બેગના જથ્થાનો 1 માસમાં નિકાલ કરી દેવામાં આવશે. રાસાયણિક ખાતર ની ખેચ વચ્ચે આ કિસ્સો સામે આવવાથી તંત્ર આંકરા પાણીએ જોવા મળ્યું છે, અને આ બાબતે કડક એક્શન લે તેવી પણ સંભાવના છે.
સ્થાનિક વેપારી અન્ય ગોડાઉન પણ ચલાવે છે
સ્થાનિક વેપારી રેડ પડી તે સિવાય અન્ય ગોડાઉન પણ ચલાવે છે જેનુ તેણે રજિસ્ટ્રેશન કરાવેલું છે. તેનું કહેવું છે કે, તે આ ગોડાઉનમાં સામાન રાખતો હતો. બાકી જો કોઈ ખેડૂત જે રીતે માંગે તે પૂરતો સામાન તેને પહોંચાડતો. પરંતુ, હાલ હવે તે વેપારીનું લાઈસન્સ રદ કરાતાં તે આ ખાતરનું વેચાણ કરી શકશે નહી.










