મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: સિદ્ધપુરમાં તળાવને 'હિરાબા' નામ અપાતા વિરોધ, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી રેલીનો કર્યો ફિયાસ્કો

સિધ્ધપુર રિવરફ્રન્ટ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સરોવરને માતૃશ્રી હીરાબા નામકરણ કરી તેનું લોકાર્પ

સિધ્ધપુર રિવરફ્રન્ટ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સરોવરને માતૃશ્રી હીરાબા નામકરણ કરી તેનું લોકાર્પણ તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. સરસ્વતી નદીના કિનારે હીરાબા સરોવર નામકરણ કરાતા સિધ્ધપુર નગરજનોમાં ભારે રોષ સાથે નારાજગી જોવા મળી હતી. ત્યારે આ બાબતે સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર લખી રિવરફ્રન્ટ ખાતેના સરોવરનું નામ સિદ્ધપુરની અસ્મિતાને ઉજાગર કરી શકે તેવું આપવા માંગ કરી હતી.

સરકાર અને તંત્ર દ્વારા  રિવર ફ્રન્ટ ખાતેના સરોવરનું નામ માતૃશ્રી હીરાબા સરોવર જ રાખવામાં આવ્યુ છે જેથી સિદ્ધપુર  શહેરીજનોમાં સરકારની આ કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહે છે. ત્યારે નગરજનોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે રેલી યોજી આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પરંતુ જિલ્લા કલેકટર દ્વારા રાતોરાત ચાર વ્યક્તિથી વધુ લોકો ભેગા ન થઈ શકે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરી રેલીના કાર્યક્રમને અસફળ બનાવ્યો હતો.

જાહેરનામું પ્રસિદ્ધ થતાં પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આજે પાટણ ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે કલેક્ટરે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સરકારના ઈશારે રાતોરાત જાહેરનામું બહાર પાડી પ્રજાનો સાચો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. જાહેરનામાની સમયમર્યાદા પૂરી થયે અમે ફરીથી વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપીશું. સાથે જ જરૂર પડે આ જાહેરનામા બાબતે કોર્ટમાં પણ જવાની તૈયારી બતાવી હતી.

આ સમાચાર શેર કરો