VIDEO:પોરબંદર-ભાવનગર ટ્રેનમાં ડીઝલ લીકેજ થતા ટ્રેન રોકવી પડી, મોટી દૂર્ઘટના ટળી
પોરબંદરથી ભાવનગર તરફ જતી ટ્રેનમાં ડીઝલ લીકેજ થતા ટ્રેનને રોકવામાં આવી હતી. લોકો પાયલોટને ટ્રેનમા
પોરબંદરથી ભાવનગર તરફ જતી ટ્રેનમાં ડીઝલ લીકેજ થતા ટ્રેનને રોકવામાં આવી હતી. લોકો પાયલોટને ટ્રેનમાંથી ડીઝલ લીકેજ થતું હોવાની જાણ થતા ટ્રેનને રોકવામાં આવી હતી. લોકો પાયલોટની સૂઝબૂઝને કારણે મોટી દૂર્ઘટના ટળી હતી.
પોરબંદર-ભાવનગર ટ્રેનમાં ડીઝલ થયુ લીકેજ
પોરબંદરથી ભાવનગર તરફ જતી ટ્રેન નંબર 09565માં ડીઝલ એન્જિનની ટાંકીમાંથી અચાનક ડીઝલ લીકેજ થવાની ઘટના બની હતી. ઉપલેટાના મોટી પાનેલી અને ભાયાવદર વચ્ચે એન્જિનમાંથી ડીઝલ લીકેજ થતું હોવાની જાણ લોકો પાયલોટને થતા તરત જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી.
લોકો પાયલોટની સૂઝબૂઝને કારણે મોટી દૂર્ઘટના ટળી ગઇ હતી. જોકે, ડીઝલ એન્જિન લીકેજ થતા તેમાં આગ લાગવાની પણ ઘટના બની શકતી હતી. જોકે, લોકો પાયલોટે ટ્રેનને સમયસર ઉભી રાખતા આ દૂર્ઘટના ટળી હતી.
આ ઘટના બાદ માલગાડીનું એન્જિન મંગાવી પાછળથી સેટિંગ કરીને ટ્રેનને ભાયાવદર ખાતે ધકેલવામાં આવી હતી. ટ્રેનમાં ડીઝલ લીકેજની ઘટના બાદ આ રૂટ પરથી પ્રસાર થતી અન્ય ટ્રેનને પણ રોકવામાં આવી હતી. રાજકોટથી પોરબંદર જતી ટ્રેન નંબર 19571 ટ્રેનને પણ ભાયાવદર ખાતે રોકવામાં આવી હતી. આ ઘટના બાદ રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટ્રેન વ્યવહાર પુન: શરૂ કરવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.








