મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'આ મારી માતાનું નહીં પણ દેશની માતા-બહેનોનું અપમાન',PM મોદીનો કોંગ્રેસ RJDને જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના દરભંગામાં કોંગ્રેસ અને RJDની વોટર અધિકાર યાત્રા દરમિયાન તેમની માતાને ગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના દરભંગામાં કોંગ્રેસ અને RJDની વોટર અધિકાર યાત્રા દરમિયાન તેમની માતાને ગાળો બોલવા મામલે પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે તેમણે કલ્પના પણ કરી નહતી કે સમૃદ્ધ પરંપરા ધરાવતા બિહારમાં આવી સ્થિતિ ઉભી થશે જ્યાં માતાના સમ્માનને ઠેસ પહોંચાડવામાં આવશે.

આ મારી માતાનું અપમાન નહીં પણ દેશની માતા-બહેનોનું અપમાન-PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું, 'માં તો આપણી દુનિયા હોય છે, માતા જ સંસ્કાર આપે છે. કેટલાક દિવસ પહેલા બિહારમાં જે થયું, તેની ના તો મેં કલ્પના કરી હતી અને ના કોઇ બિહારના ભાઇ-બહેને કરી હશે અને ના તો ભારતના કોઇ નાગરિકે આવું વિચાર્યું હશે.'

PM મોદીએ કહ્યું કે, બિહારમાં RJD-કોંગ્રેસના સ્ટેજ પરથી તેમની માતાને ગાળો આપવામાં આવી. પીએમ મોદીએ કહ્યું, 'આ ગાળો માત્ર મારી માતાનું અપમાન નથી પણ ભારતની દરેક માતા, બહેન અને દીકરીઓનું અપમાન છે. મને ખબર છે જે પીડા મારા દિલમાં છે તે પીડા બિહારના લોકોના દિલમાં પણ છે. દરેક માતા-દીકરીના સમ્માનને ઠેસ પહોંચી છે.'

PM મોદીએ કહ્યું કે જે માતાનું શરીર હવે આ દુનિયામાં નથી તેમણે RJD અને કોંગ્રેસના સ્ટેજ પરથી ગાળો બોલવામાં આવી. આ માત્ર વ્યક્તિગત અપમાન નથી પણ સામાજિક અપમાન છે, જેને બિહારની જનતાએ પણ અનુભવ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, માતાને ગાળો નહીં સહીયે, ઇજ્જત પર વાર નહીં સહીયે,RJDનો અત્યાચાર નહીં સહીયે, કોંગ્રેસનો પ્રહાર નહીં સહીયે, માતાનું અપમાન નહીં સહીયે..ગલી ગલીમાંથી અવાજ ઉભો થવો જોઇએ.'

આ સમાચાર શેર કરો