મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: વધુ એક વિમાન ક્રેશ, ઇટાલીમાં હાઇવે પર દોડતી કાર પર પ્લેન પડ્યું; બે લોકોના મોત

ઇટાલીમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે

ઇટાલીમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક હાઇવે પર તમામ ગાડીઓ દોડી રહી છે. કેટલાક મોટા વાહન પણ ત્યાંથી પ્રસાર થઇ રહ્યાં છે. આ દરમિયાન એક નાનું વિમાન રસ્તા પર આવીને તૂટી પડે છે.

હાઇવે પર દોડતી કાર પર પડ્યું પ્લેન

રસ્તા પર વિમાન પડતા જ આગમાં ફેરવાઇ જાય છે. આ દરમિયાન ભયાનક આગમાં એક ફૂલ સ્પિડે આવતી કાર પણ ઘુસી જાય છે.જોકે, કાર આગમાંથી બહાર નીકળી જાય છે. કહેવામાં આવે કે વિમાનમાં બે લોકો સવાર હતા અને બન્નેના મોત થઇ ગયા છે.

આ ઘટનામાં બે લોકો ઘાયલ પણ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને દુર્ઘટનાનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતા જ રાહત અને બચાવ કાર્ય માટે ફાયર બ્રિગેડના કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, વિમાનનો કાટમાળ બળીને રાખ થઇ ગયો હતો. 

બાંગ્લાદેશમાં પણ વાયુ સેનાનું વિમાન ક્રેશ થયું હતું

આ પહેલા બાંગ્લાદેશમાં એક F-7 BGI સેનાનું વિમાન સ્કૂલ પરિસરમાં ક્રેશ થયું હતું. કહેવામાં આવે છે કે આ ઘટનામાં 17 બાળકો સહિત પાયલોટ અને એક શિક્ષક સહિત 31 લોકોના મોત થયા હતા. 

અમદાવાદમાં પણ વિમાન ક્રેશ થયું હતું

અમદાવાદમાં 12 જૂને લંડન જતા એર ઇન્ડિયાનું પ્લેન ટેકઓફની સાથે જ તૂટી પડ્યું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફર સહિત 275 લોકોના મોત થયા હતા.


ઇટાલીમાં વિમાન ક્રેશ

ઇટાલીમાં રસ્તા પર દોડતી ગાડીઓ પર પડ્યું વિમાન

આ સમાચાર શેર કરો