મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'પરિવારને ખોટા શબ મળ્યા', અમદાવાદ વિમાન દુર્ઘટનામાં UKના પરિવારજનોનો દાવો

અમદાવાદમાં એર ઇન્ડિયા AI-171 દુર્ઘટના બાદ શબોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને પરિવારજ

'પરિવારને ખોટા શબ મળ્યા', અમદાવાદ વિમાન દુર્ઘટનામાં UKના પરિવારજનોનો દાવો

અમદાવાદમાં એર ઇન્ડિયા AI-171 દુર્ઘટના બાદ શબોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને પરિવારજનોને સોપી દેવામાં આવ્યા છે. આ વચ્ચે બ્રિટનના બે પીડિત પરિવારોએ દાવો કર્યો છે કે તેમને ખોટા શબ મળ્યા છે. લંડનમાં DNA ટેસ્ટ બાદ પરિવારજનોને જ્યારે આ વાત ખબર પડી તો એક પરિવારે શબના અંતિમ સંસ્કાર કર્યા નહતા.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 12 મુસાફરના શબ બ્રિટન મોકલાયા હતા

મળતી માહિતી અનુસાર, એક અન્ય પરિવારને મૃતકના અવશેષ બીજા મુસાફરના અવશેષો સાથે મિક્સ થઇને મળ્યા છે. પીડિત પરિવારોનો આરોપ છે કે દુર્ઘટના બાદ મૃતકોના DNA મેચિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યા નથી જેને કારણે ખોટા શબ UK પહોંચ્યા હતા.રિપોર્ટ અનુસાર, કેટલાક બ્રિટિશ નાગરિકોના અંતિમ સંસ્કાર ભારતમાં જ કરવામાં આવ્યા હતા જ્યારે 12 મુસાફરોના પાર્થિવ શરીર બ્રિટન મોકલવામાં આવ્યા હતા.

અમે બ્રિટિશ અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યાં છીએ:MEA

આ ઘટના પર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે આ રિપોર્ટ જોયો અને અમે બ્રિટિશ પક્ષ સાથે મળીને કામ કરી રહ્યાં છીએ, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "અમદાવાદમાં બનેલી દુખદ દુર્ઘટના બાદ સંબંધિત અધિકારીઓએ પ્રોટોકોલ અને ટેકનિકલ જરૂરિયાત અનુસાર પીડિતોની ઓળખ કરી હતી. તમામ પાર્થિવ શરીરને મૃતકોની ગરિમાનું પુરૂ ધ્યાન રાખતા સંભાળવામાં આવ્યા હતા. અમે આ મુદ્દા પર સંબંધિત કોઇ પણ ચિંતાનું સમાધાન કરવા માટે બ્રિટિશ અધિકારીઓ સાથે મળીને કામ કરીશું."

પીડિત પરિવારોએ તપાસની માંગ કરી

લંડનમાં રહેતા પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરનારા વકીલે કહ્યું, "અમે તપાસ કરી રહ્યાં છીએ કે અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મુસાફરોના શબ કેવી રીતે મળ્યા અને તેમની ઓળખ કેવી રીતે થઇ? પીડિત પરિવારોએ આ ઘટનાની તપાસની માંગ કરી છે." અમદાવાદમાં 12 જૂને બનેલી વિમાન દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા હતા. વિમાનમાં 169 ભારતીય, 53 બ્રિટિશ નાગરિક, સાત પોર્ટુગલ નાગરિક અને એક કેનેડિયન નાગરિક સવાર હતા.

આ સમાચાર શેર કરો