VIDEO: લીંબડીમાં સલામત સવારી કે ધક્કામાર સવારી!, ભંગાર હાલતમાં ચાલતી ધક્કા-ગાડીમાં મુસાફરી કરવા લોકો મજબૂર
સુરેન્દ્રનગરના લીંબડીમાં ‘સલામત સવારી, એસ.ટી. અમારી’ના સરકારી દાવાઓની પોલ ખોલતો કિસ્સો સામે આવ્
સુરેન્દ્રનગરના લીંબડીમાં ‘સલામત સવારી, એસ.ટી. અમારી’ના સરકારી દાવાઓની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લીંબડી-બોટાદ રૂટની એસ.ટી. બસ અધવચ્ચે જ ખોટકાઈ પડતા મુસાફરોને બસને ધક્કો મારવાની નોબત આવી હતી.
ડ્રાઈવર અને કંડક્ટરની સાથે મુસાફરો પણ ધક્કો મારવા મજબૂર બન્યા
ખામી સર્જાયેલી બસને શરૂ કરવા માટે ડ્રાઈવર અને કંડક્ટરની સાથે મુસાફરો પણ ધક્કો મારવા મજબૂર બન્યા હતા, જેના કારણે ભારે પરેશાની જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે માંડ માંડ બસ શરૂ થઈ હતી, જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ પ્રશ્નો ઉઠ્યા હતા.
ખંડેર હાલતમાં ચાલતી બસોને કારણે અવારનવાર મુસાફરોને પડે છે હાલાકી
ગ્રામીણ વિસ્તારોમાં અત્યંત ખંડેર હાલતમાં ચાલતી બસોને કારણે અવારનવાર મુસાફરોએ આવી હાલાકી ભોગવવી પડે છે. આ ઘટનાએ એસ.ટી. નિગમના મેન્ટેનન્સ અને કથળેલા વહીવટ સામે અનેક સવાલો ઉભા કર્યા છે, અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે આખરે ક્યાં સુધી મુસાફરોએ આવી ‘ધક્કા-ગાડી’માં મુસાફરી કરવી પડશે?











