મુખ્ય સામગ્રી પર જાઓ

PANCHMAHAL: મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ: ખરીદી વિના જ કરોડોના બોગસ બિલોનો આક્ષેપ

પંચમહાલ જિલ્લામાં મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી યોજના) હેઠળ થયેલા કામો

પંચમહાલ જિલ્લામાં મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી યોજના) હેઠળ થયેલા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ખુલાસો સામે આવ્યો છે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને વિકાસના નામે કરોડો રૂપિયાના બોગસ બિલો રજૂ કરીને ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.

સપ્લાય વગર જ કરોડો રૂપિયાના બિલો

આ મામલે પંચમહાલ પોલીસને રજૂઆત કરવામાં આવી છે, અને તપાસનો દોર શરૂ થયો છે. આરોપો અનુસાર,  વેપારીઓ પાસેથી મનરેગા યોજના હેઠળ કામો માટે મટીરીયલની સપ્લાય વગર જ કરોડો રૂપિયાના બિલો લેવામાં આવ્યા છે. ખાસ કરીને, બોડેલીના એક વ્યક્તિ ગોધરાના વેપારીઓ પાસેથી પાસેથી આવા કરોડો રૂપિયાના બોગસ બિલો લીધા છે.

આ ઘટનામાં ઈકબાલ સિદ્દીક મલા વ્યક્તિની ભૂમિકા અને તેની સંડોવણી હવે તપાસનો વિષય બની છે. આ ઘટનાએ સ્થાનિકો, સહકારી આગેવાનો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાવ્યો છે. મનરેગા યોજના, જે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને શ્રમિક વર્ગને રોજગારી પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી, તેના નામે આવા ભ્રષ્ટાચારના આરોપોએ લોકોનો વિશ્વાસ ડગમગાવ્યો છે.

આ સમાચાર શેર કરો