Palanpur જિલ્લા પંચાયતની 45 વર્ષ જૂની કચેરી જોખમરૂપ, બે માળ તાત્કાલિક ખાલી કરાયા
બનાસકાંઠાના પાલનપુર ખાતે આવેલ જિલ્લા પંચાયતની કચેરી લગભગ 45 વર્ષ જૂની થઈ ચૂકી છે. કચેરીની જર્જ
બનાસકાંઠાના પાલનપુર ખાતે આવેલ જિલ્લા પંચાયતની કચેરી લગભગ 45 વર્ષ જૂની થઈ ચૂકી છે. કચેરીની જર્જરિત હાલતને કારણે અવારનવાર પોપડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે વહીવટી તંત્રએ તકેદારી રૂપે ત્રીજા અને ચોથા માળને સંપૂર્ણ ખાલી કરી અન્ય જગ્યાએ ખસેડી દીધા છે.
સરકારી સ્ટાફને અન્ય સ્થાનો પર શિફ્ટ કરાયું
બનાસકાંઠા પાલનપુર જિલ્લા પંચાયતના જૂના અને જર્જરિત બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળને સલામતીના ભાગરૂપે સંપૂર્ણ ખાલી કરવામાં આવ્યા છે. અહીં આવેલી સરકારી કચેરીઓ અને સ્ટાફને અન્ય સ્થાનો પર શિફ્ટ કરવામાં આવ્યા છે. બાકીની કચેરીઓને પણ તબક્કાવાર ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે. કચેરીની ખરાબ હાલતને ધ્યાનમાં રાખીને તૂટી પડતા પોપડાઓ દૂર કરવામાં આવ્યા છે. સાથે જ બેરીકેટિંગ, સેફ્ટી મેજર અને અન્ય જરૂરી સુરક્ષા પગલાં પણ લેવામાં આવ્યા છે, જેથી સંભવિત જોખમ ટાળી શકાય.
નવી કચેરી બનાવવા 63 કરોડનો ખર્ચ
માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.જે. ઠાકોરે જણાવ્યું કે, કચેરીને બન્યાને વર્ષો વીતી ગયા હોવાથી સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તાત્કાલિક પગલાં લેવાયા છે. જિલ્લા પંચાયત માટે નવી કચેરી બનાવવા અંદાજિત 63 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેના માટેની તાંત્રિક મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે.












