મુખ્ય સામગ્રી પર જાઓ

Video: અંકલેશ્વરમાં ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ, એક પકડાયો

કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા ડુપ્લીકેટ માર્કશીટ સર્ટીફિકેટ બનાવવાના દેશવ્યાપી કૌભા

કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા ડુપ્લીકેટ માર્કશીટ સર્ટીફિકેટ બનાવવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભરુચ એસ.ઓ.જી. પોલીસે અંક્લેશ્વરમાંથી કોમ્પ્યુટર, ડુપ્લીકેટ માર્કશીટો સહિત રૂ.45 હજારના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે દિલ્હીના અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

21 જેટલા ડુપ્લીકેટ માર્કશીટ/સર્ટીફિકેટ મળ્યા 

ભરુચ એસ.ઓ.જી.ટીમ ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી, દરમ્યાન બાતમી મળી કે, જયેશભાઇ પ્રજાપતિ નામનો ઇસમ અંકલેશ્વર હેપ્પી કોમ્પ્લેક્ષમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસિસ ખાતે ક્લાસીસની આડમાં ગેરકાયદેસર રીતે ધોરણ-૧૦,૧૨ તથા આઇ.ટી.આઇ. ના ડુપ્લીકેટ માર્કશીટ/સર્ટીફીકેટ બનાવી આપે છે. જે માહિતીના આધારે રેડ કરતા પકડાયેલા આરોપી જયેશ પ્રજાપતિના ક્લાસિસમાંથી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકેન્ડરી એજ્યુકેશન ક્લાસિસ દિલ્હી સહિત વિવિધ ઇન્સ્ટિટયૂટ તથા એકેડેમીના અલગ અલગ  21 જેટલા ડુપ્લીકેટ માર્કશીટ/સર્ટીફિકેટો મળી આવ્યા હતા.

દિલ્હીનો આરોપી વોન્ટેડ 

ક્લાસીસ સંચાલક જયેશ પ્રજાપતિની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થી દીઠ રૂપિયા 15000 લઈ દિલ્હીના એક મોબાઈલ નંબર પર ઓન લાઈન રૂ.7500 પેમેન્ટ કરી ડુપ્લીકેટ,માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જયેશ પ્રજાપતિ ની 21 ડુપ્લીકેટ માર્કશીટ / સર્ટી સાથે કોમ્પ્યુટર, સી.પી. યુ,,પ્રિન્ટર સહિત રૂ.45 હજાર ના મુદ્દામાલ સાથે અટકાયત કરી દિલ્હીના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

આ સમાચાર શેર કરો