મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રન વે પર ટેક ઓફ માટે તૈયાર હતી મુંબઇ-જોધપુરની ફ્લાઇટ, પાયલોટે અચાનક જ રોકી દીધી

મુંબઇ એરપોર્ટ પર પાયલોટની સમય સુચકતાને કારણે મોટી વિમાન દુર્ઘટના થતા ટળી ગઇ છે.મુંબ

મુંબઇ એરપોર્ટ પર પાયલોટની સમય સુચકતાને કારણે મોટી વિમાન દુર્ઘટના થતા ટળી ગઇ છે.મુંબઇ એરપોર્ટ પર એર ઇન્ડિયાની જોધપુર જતી ફ્લાઇટ ટેકઓફ પહેલા અચાનક રન વે પર રોકી દેવામાં આવી હતી.

મુંબઇમાં મોટી વિમાન દુર્ઘટના ટળી

મુંબઇ એરપોર્ટ પર મુંબઇથી જોધપુર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI645એ ઉડાન ભરવાની તૈયારી  કરી લીધી હતી અને વિમાન પણ સ્પીડ પકડી ચુક્યુ હતું. પાયલોટે આ દરમિયાન ટેકનિકલ ગડબડનું એલાર્મ નોટિસ કર્યું અને ફ્લાઇટ રોકવાનો નિર્ણય કર્યો હતો.

આ દરમિયાન મુસાફરોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા અને એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.

એર ઇન્ડિયાએ કરી સ્પષ્ટતા

એર ઇન્ડિયાએ બાદમાં નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી કે આ એક ઓપરેશન ઇશ્યૂ હતો. પાયલોટ નક્કી પ્રક્રિયાઓનું પાલન કરતા ફ્લાઇટને સુરક્ષિત રીતે રન વેથી પરત બે પર લાવ્યો હતો. તમામ મુસાફરોને સુરક્ષિત ઉતારવામાં આવ્યા છે અને તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ અસુવિધા બદલ દુ:ખ વ્યક્ત કર્યું હતું.

આ સમાચાર શેર કરો