મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોબાઈલના અતિરેકે બાળકોને બનાવ્યા 'પાકટ': ગુજરાતમાં બાળ ગુનાખોરીમાં ચિંતાજનક ઉછાળો

Juvenile Delinquency: ગુજરાતમાં બાળ ગુનાખોરીના પ્રમાણમાં ચિ

Juvenile Delinquency: ગુજરાતમાં બાળ ગુનાખોરીના પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષના આંકડા મુજબ, રાજ્યમાં 18 વર્ષથી ઓછી વયના કુલ 1981 સગીરો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઝડપાયા છે, જેમાં 1963 છોકરાઓ અને 18 છોકરીઓનો સમાવેશ થાય છે. કાયદાકીય જોગવાઈ મુજબ, 18 વર્ષથી ઓછી વયના કિશોરો દ્વારા કરવામાં આવતા ગુનાઓને 'બાળ ગુનાખોરી' (Juvenile Delinquency) ગણવામાં આવે છે, જે અંતર્ગત તેઓને સજા કરવાને બદલે સુધારગૃહમાં મોકલીને તેમના વર્તનમાં સુધાર લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

વયજૂથ પ્રમાણે બાળ ગુનેગારો

વયજૂથ (Age Group) છોકરા (Boys) છોકરી (Girls) કુલ (Total)
7-12 09 00 09
12-16 311 00 311
16-18 1373 18 1391
કુલ (Total) 1693 18 1711

ગુજરાતમાં વધતી બાળ ગુનાખોરી: કારણો અને વર્તમાન સ્થિતિ

એક સમય હતો જ્યારે બાળ ગુનેગારો સામે મુખ્યત્વે ચોરી, મારામારી, દુષ્કર્મ કે હત્યા જેવા ગુનાઓના આરોપ લાગતા હતા. પરંતુ વર્તમાન સમયમાં ગુનાખોરીનું સ્વરૂપ બદલાયું છે. હવે પૈસા મેળવવા માટે કોઈપણ ગંભીર કૃત્ય આચરવું, સોશિયલ મીડિયાના દુરુપયોગ દ્વારા અન્યને પરેશાન કરવા, એકતરફી લાગણીમાં પાગલપન દાખવવું તેમજ દારૂ, ડ્રગ્સ અને સિગારેટ જેવા જીવલેણ વ્યસનો કે નશાખોરીની ફરિયાદોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

જિલ્લાવાર સૌથી વધુ બાળ ગુનેગારો (District-wise Data)

જિલ્લો (District) છોકરા (Boys) છોકરી (Girls) કુલ (Total)
અમદાવાદ 431 00 431
સુરત  234 00 274
વડોદરા  103 00 103
રાજકોટ  100 02 102
પાટણ  87 00 87
આણંદ  67 00 67
ભાવનગર  45 00 45
અમરેલી  41 04 45
ગીર સોમનાથ  28 04 32
દાહોદ  32 00 32

મોબાઈલનો અતિરેક ઉપયોગ: એક ગંભીર સમસ્યા

નિષ્ણાતોના મતે, આ સમસ્યાના મૂળમાં મોબાઈલ ફોનનો અતિરેક છે. સતત મોબાઈલના ઉપયોગને કારણે બાળકો સમય કરતાં વહેલા પાકટ થઈ રહ્યા છે અને સાથે જ એકલતાનો શિકાર બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર જોવા મળતી વૈભવી જીવનશૈલીનું વળગણ, દેખાદેખી, રાતોરાત પૈસા કમાવવાની ઈચ્છા અને એક્સપોઝર મેળવવાની ઘેલછામાં 15થી 18 વર્ષના કિશોરો માર્ગ ભટકી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે આજે અનેક પરિવારો ઊંડી ચિંતા અને પરેશાનીમાં મુકાયા છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બાળ ગુનેગારો

વર્ષ છોકરા છોકરી કુલ
2019 2092 21 2113
2020 1877 28 1905
2021 1826 17 1843
2022 1493 13 1506
2023 1693 18 1711

ગુનાહિત માનસિકતાના મૂળભૂત કારણો

આધુનિક યુગમાં બાળ ગુનાખોરી વધવા પાછળ ટેકનોલોજીનો દુરુપયોગ અને સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવાની લાલસા મુખ્ય કારણો છે. આ ઉપરાંત, પારિવારિક વિખવાદો અને વિભક્ત કુટુંબના સભ્યો પ્રત્યેની આંતરિક ઘૃણા પણ બાળકોને ગુનાહિત માનસિકતા તરફ ધકેલે છે. હાલમાં ગુજરાતમાં આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બાળકોના પુનઃવસન અને સુધારણા માટે 26 ચાઈલ્ડ પ્રોટેક્શન હોમ અને 107 ચિલ્ડ્રન હોમ કાર્યરત છે, જ્યાં તેઓને સમાજની મુખ્યધારામાં પાછા લાવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો